For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોરબંદરમાં સગીરાને કારમાં ઉઠાવી જઇ ગેંગરેપથી ખળભળાટ

01:10 PM Jul 25, 2025 IST | Bhumika
પોરબંદરમાં સગીરાને કારમાં ઉઠાવી જઇ ગેંગરેપથી ખળભળાટ

નાસ્તો કરવાના બહાને કારમાં લઇ જઇ કેફી પીણું પીવડાવ્યું, પાર્ટી પ્લોટમાં લઇ જઇ ત્રણેય શખ્સોએ વારાફરતી હવસ સંતોષી: પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો, આરોપીઓને ઝડપી લેવા ટીમો બનાવવામાં આવી

Advertisement

ગાંધીભૂમિ પોરબંદર અને સુદામાપુરીને શર્મસાર કરતી ઘટના સામે આવી રહી છે. એક સગીર વયની દીકરીને 3 યુવકોએ કેફી પીણું પીવડાવ્યા બાદ વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે લઈ જઈને ગેંગરેપ આચર્યાની વાલીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોરબંદર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

વધુ વિગતો મુજબ,ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં સગીરવયની ભોગ બનનાર સાથે દુષ્કર્મ થયા અંગેની ગઈકાલે ફરિયાદ નોંધવામાં આવી છે. જે ફરિયાદ મુજબ આ ગુનાના કામે આરોપી જયરાજ દિલીપભાઈ સુંડાવદરા, મલ્હાર, રાજ અને કાળા કલરની ફોર વીલ ગાડીવાળા અજાણ્યા ઈસમ વિરુદ્ધ બીએનએસ તેમજ પોક્સોની અલગ અલગ કલમો અંતર્ગત આ ગુનો નોંધાયો છે.

Advertisement

ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી જયરાજ દિલીપભાઈ સુંડાવદરાએ તા. 22-07-2025ના રાત્રે સાડા બાર વાગ્યાના અરસામાં સગીરાને લલચાવી ફોસલાવી નાસ્તો કરવાના બહાને ઘર બહાર બોલાવી હતી.
ત્યારબાદ સગીરાને સફારી ગાડીમાં બેસાડી લઈ થોડે દૂર સુધી લઈ ગયા હતા. એ દરમિયાન જયરાજ તથા કારમાં રહેલા મલ્હાર અને રાજ સહિતના ત્રણ ઈસમોએ સગીરાએ કોઈ કેફી પીણું પીવડાવી દેતા સગીરા બેહોશ જેવી બની ગઈ હતી.

ત્યારબાદ ત્રણેય આરોપીઓ સગીરાને વૃંદાવન પાર્ટી પ્લોટમાં લઈ ગયા હતા અને ત્યાં બળાત્કાર કરી પોતાની હવસ સંતોષી હતી.ત્યારબાદ સફારી ગાડીમાં સગીરાને ચોપાટી ખાતે લાવી ત્યાં મલ્હાર અને રાજ નામના શખ્સોએ કોઈ અન્ય કાળા કલરની ગાડીમાં સગીરાને ગામમાં લઈ જઈ લીંબુ પાણી પીવડાવી ચોપાટી ખાતે લાવ્યા હતા અને ત્યાં રાખેલ સફારી ગાડીમાં ભોગ બનનારને બેસાડી સવારના આશરે 4:30 વાગ્યાના સુમારે તેના ઘરે છોડી આવ્યા હતા આ મુજબનો ગુનો પોલીસ મથકમાં રજીસ્ટર થયો છે.જેની તપાસ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.જે. ચૌધરી કે જેઓ હાલ ઉદ્યોગનગર પોલીસ મથકના ઇન્ચાર્જએ તપાસ શરૂૂ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement