રાજકોટની સગીરાનું અપહરણ કરી સ્લીપર બસમાં દુષ્કર્મ
15 વર્ષની સગીરાને મવડીનો શખ્સ ભક્તિનગર સર્કલ પાસેથી એક્ટિવામાં બેસાડી ચોટીલા લઇ ગયો
રાજકોટ શહેરમા 15 વર્ષની સગીરાનુ ભકિતનગર સર્કલ પાસેથી અપહરણ કરી અમદાવાદ જતી વખતે સ્લીપર બસમા દુષ્કર્મ ગુજારતા સગીરાનાં પિતાએ મવડી પાસેનાં વગડ ચોકડી પાસે મીરાબાઇ ટાઉનશીપમા રહેતા ગૌરવ વિનોદ ટાંક સામે ભકિતનગર પોલીસ મથકમા ફરીયાદ નોંધાવતા પીઆઇ એમ. એમ. સરવૈયા અને રાઇટર નીલેશભાઇ મકવાણાએ આરોપી સામે દુષ્કર્મ, અપહરણ, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ પત્ની અને 15 વર્ષની દિકરી સાથે રહે છે. તેઓ કાસ્ટીંગના કારખાનામા મશીન રિપેરીંગ તેમજ સર્વીસનુ કામ કરી મજુરી કામ કરે છે ગઇ તા.07 ના તેઓ કારખાનેથી છુટી રાત્રીના આશરે પોણા આઠેક વાગ્યે ઘરે આવેલ ત્યારે પત્નીને પુછેલ કે, દિકરી કયા છે, તો તેણે કહેલ કે, રૂૂમમા સુતી હતી અને ઉઠીને સાડા પાંચેક વાગ્યે ઘરમા જોતા તે ઘરે ન હોય અને તપાસ કરતા કાઇ જાણવા મળેલ ન નથી. જેથી દિકરી ની તપાસ કરતા કાઇ જાણવા મળેલ નહી અને દિકરીની આજ સુધી તપાસ કરતા હતા.
આ બનાવ દરમ્યાન મધરાત્રે દિકરી ઘરે પરત આવતા અને તેઓએ દિકરીને સમગ્ર હકીકત પુછતા તેણીએ જણાવ્યુ કે હુ ગઇ તા.07 ના સાંજના સાડા પાંચેક વાગ્યે ઘરેથી નીકળીને ભક્તિનગર સર્કલે ગયેલ અને ત્યા મારો ફ્રેન્ડ ગૌરવ ટાંક ઉભો હતો તેની સાથે તેના એક્ટીવામાં બેસીને બન્ને ચોટીલા ગયેલ હતા. ત્યા રાત્રીના સાતેક વાગ્યે પહોંચેલ હતા અને ત્યારબાદ ગૌરવએ તેનું એક્ટીવા ચોટીલામાં મુકી કહેલ કે, આપડે બન્ને અમદાવાદ ફરવા જાઇએ જેથી હું આ ગૌરવની વાતમા આવી ગયેલ અને ચોટીલાથી એક પ્રાઇવેટ લક્ઝરી સ્લીપર બસમા અમદાવાદ જવા માટે નીકળેલ હતા. આ બસ થોડે આગળ જતા આ ગૌરવએ કહેલ કે, આપણે બન્ને લગ્ન કરી લેશુ તેમ કહી બસમા મારી સાથે શરીર સબંધ બાધેલ હતો. ત્યારબાદ રાત્રીના આશરે અગીયારેક વાગ્યે બન્ને અમદાવાદ પહોચેલ અને બન્ને અમદાવાદમા જુદી જુદી જગ્યાએ ફરેલ હતા.
ત્યારબાદ ગઈકાલે અમદાવાદથી રાત્રીના ત્રણેક વાગ્યે આ ગૌરવ તથા હુ બન્ને ચોટીલા આવવા માટે એક પ્રાઇવેટ સ્લીપર બસમા બેઠેલ હતા. ગૌરવએ મારી સાથે વાતો કરીને મને કહેલ કે, આપણે શરીર સબંધ બાધીએ જેથી તેઓને ના પાડતા ગૌરવએ મને તેની વાતમા લઇ બસમા મારી સાથે પરાણે શરીર સબંધ બાધેલ હતો. ચોટીલા આવી જતા ત્યા ઉતરી ગયેલ અને ત્યાંથી આ ગૌરવનુ એક્ટીવા લઇ સવારના આશરે નવેક વાગ્યે રાજકોટ આવેલ અને ત્યારબાદ બન્ને જણા રાજકોટમા અલગ અલગ જગ્યા પર ફર્યા હતા . ત્યારબાદ રાત્રે ગૌરવે મને કહયુ કે તુ તારા ઘરે જતી રહે જેથી હુ ઘરે આવતી રહેલ હતી. બાદમાં દિકરીને પ્રેમથી સમજાવી વધારે પુછતા જણાવેલ કે, આ ગૌરવ ટાંક છઠ્ઠા મહીનામાં તેના ઘરે લઇ ગયેલ હતો અને મને લગ્નની લાલચ આપી મારી સાથે શરીર સબંધ બાધેલ હતો તેમ જણાવેલ હતુ.બનાવ અંગેની ફરીયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવાં તજવીજ આદરી હતી.