સોમનાથમાંથી 45દી’માં 221 કરોડની ખનીજચોરી ઝડપાઇ
કલેકટરે 26 સ્થળે દરોડા પાડ્યા, સૌથી વધુ કોડીનારમાં 16 જગ્યાએ ગેરકાયદે ખનન
ગીર સોમનાથ જિલ્લામાં અબજોની ખનીજ ચોરી ઝડપાઈ તો છે સાથે સાથે ભૂમાફિયાઓ પર જિલ્લા કલેક્ટરે તવાઈ બોલાઈ દીધી છે જેમાં ખનીજ ચોરીને લઈ દોઢ મહિનામાં રૂૂ.2.21 અબજનો દંડ ફટકારવામાં આવ્યો છે,જિલ્લાના 26 સ્થળોએ દરોડામાં ખનીજ ચોરી પકડાઈ છે,મંજૂર લીઝના નામે ગેરકાયદે ખનીજ ચોરીનો પર્દાફાશ કલેકટરે કરી દેતા ભૂમાફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.
ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં સૌથી વધુ 16 સ્થળોએ ખનીજ ચોરી ઝડપાઈ છે,જેમાં ઉના, વેરાવળ અને તાલાલા તાલુકામાં 10 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. ગીર સોમનાથમાં ખનીજ માફિયા બેફામ બનતા જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી. વેરાવળના મંડોર ગામમાં કરોડોની ખનીજ ચોરી થતી હોવાનીને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાતા જિલ્લા કલેકટરે કાયદાકીય પગલા લીધા.મંજૂર લીઝમાં મોટા પાયે ખનીજ ચોરી થવાની ફરિયાદો સામે આવતા ખાણ ખનીજ વિભાગે દરોડાની કામગીરી હાથ ધરી. ખાણ ખનીજે મંજૂરી લિઝમાં દરોડા પાડતા તપાસમાં 27856 મેટ્રિક ટન બિલ્ડીંગ લાઇમ સ્ટોનની ખનીજ ચોરી સામે આવી.
ખાણ ખનીજે દરોડા પાડતા મંજુર લિઝના ઓથાર તળે કરોડોના બિલ્ડીંગ લાઇમ સ્ટોનની ખનીજ ચોરીનો પર્દાફાશ થયો. જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની રાહબરીમાં મંજૂર લિઝ પર દરોડા પાડી તપાસ હાથ ધરાઈ.
મંજૂર લીઝમાં કરોડોની ખનીજ ચોરી સામે આવતા કરોડનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. મંજૂર લીઝમાં બુહા ગિરધરભાઈ ગોકળભાઈ ગેરકાયદે ખનીજ ચોરી કરતા હોવાનું ખૂલતા નોટીસ આપી દંડ ફટકારવામાં આવ્યો.