સમલૈંગિક સંબંધનો ઇનકાર કરતા પરપ્રાંતીય યુવકને મોતને ઘાટ ઉતાર્યો
થોરાળા વિસ્તારમા આવેલા મીરા ઉધોગ વિસ્તાર નજીક ખુલ્લા પ્લોટમા થયેલી પરપ્રાંતીય યુવકની હત્યામાં ક્રાઈમ બ્રાંચની ટીમે એક શખ્સને ઝડપી લીધો છે. સમલૈંગિક સંબંધ બાંધવાની નાં પાડતા યુવકને બે શખ્સોએ માથામા પથ્થરનાં ઘા ઝીકી હત્યા કર્યાનુ ખુલ્યુ હતુ. હત્યામાં સંડોવાયેલ અન્ય શખ્સની શોધખોળ શરુ કરી છે.
મીરા ઉધોગ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમા આવેલા ખુલ્લા પ્લોટમા બે દિવસ પૂર્વે એક અજાણ્યા 25 થી 30 વર્ષનાં યુવાનની લાશ મળી આવતા ડીસીપી ઝોન 1 સજનસિંહ પરમાર , એસીપી જાદવ, પીઆઇ એન. જી. વાઘેલા, ક્રાઇમ બ્રાંચ તેમજ એલસીબી ઝોન 1 ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અને મૃતકની ઓળખ મેળવવા પોલીસે તપાસ કરતા જાણવા મળ્યુ કે મૃતક ઓરીસ્સાનો સુધીર ચુમારુ સુના હોવાનુ ખુલ્યુ હતુ. તેમનાં મૃતદેહને મોટા ભાઇએ ઓળખી બતાવ્યો હતો. સુધીર 15 દિવસ પહેલા નાળોદા નગરમા આવેલી ઓરડીમા રહેવા આવ્યો હતો. અને પોતે લાદી ઘસવાનુ કામ કરતો હતો. સુધીરને કોઇએ માથાનાં ભાગે પથ્થરનાં ઘા ઝીકી હત્યા નીપજાવી હતી.
આ ઘટનામા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ક્રાઈમ બ્રાંચ, થોરાળા અને તેમજ એલસીબી ઝોન-1ની ટીમે તપાસ શરુ કતી હતી. સુધીર સાથે સીસીટીવી માં દેખાયેલ બે શકમંદોની શોધખોળ શરૂૂ કરી હતી. તેમાં હત્યાનો ભેદ ઉકેલવામાં ક્રાઈમ બ્રાંચને સફળતા મળી છે. ક્રાઈમ બ્રાંચની ટીમે હત્યામાં સંડોવાયેલ મુનશી નામના શખ્સને ઉઠાવી પુછપરછ કરતા ભેદ ઉકેલાઈ ગયો હતો. મૃતક સુધીર આજી નદીનાં કાઠે અવાવરૂૂ સ્થળ પર દારૂૂ પીવા બેઠો હતો. ત્યારે મુનશી અને તેનો મિત્ર પણ ત્યા દારૂૂ પીવા આવ્યા હતા. આ દરમ્યાન મુનશી અને તેના મિત્રએ સુધીરને સમલૈંગિક સંબંધ બાંધવાની વાત કરતા સુધીરે સમલૈંગિક સંબંધ બાંધવાનો ઇનકાર કરતા બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઇ હતી જેમા મુનશી અને તેના મિત્રએ સુધીરને મોતને ઘાટ ઉતારી ભાગી ગયા હતા.સીસીટીવી ફૂટેજમાં દેખાયેલ મુનશીને પકડવામાં ક્રાઈમ બ્રાંચને સફળતા મળી હતી જયારે તેની સાથે હત્યામાં સંડોવાયેલા તેના મિત્રની શોધખોળ શરૂૂ કરી છે.
પોલીસ કમિશ્નર બજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયા, ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઈમ બી.બી.બસીયાનીની સુચના હેઠળ પી.આઈ એમ.આર.ગોંડલીયા, પી.આઈ એમ.એન.ડામોર, પી.આઈ સી.એચ.જાદવના માર્ગદર્શનથી ટીમના પીએસઆઈ એ. એન.પરમાર પીએસઆઈ વી.ડી.ડોડીયા અને તેમની ટીમે કામગીરી કરી હતી.