મેટોડામાં 1 કિલો ગાંજા સાથે પરપ્રાંતીય શખ્સની ધરપકડ
ઔદ્યોગિક એકમોમાં કામ કરતા મજૂરોને ગાંજો સપ્લાય કરતો
મેટોડામા ઔધોગીક એકમોમા કામ કરતા મજુરોને ગાંજો સપ્લાય કરતા બિહારનાં શખસને મેટોડા પોલીસે 17220 ની કિંમતનાં 1 અને 7રર ગ્રામ ગાંજા સાથે ઝડપી લઇ તેની પુછપરછ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ મેટોડામા એક શખસ પરપ્રાંતીયોને ગાંજો વહેંચતો હોવાની બાતમીનાં આધારે મેટોડા પોલીસ મથકનાં પીઆઇ એસ. એચ. શર્મા અને તેમની ટીમે વોચ ગોઠવી મેટોડા જીઆઇડીસી ગેટ નં 3 નજીક ઇટનાં ભઠ્ઠા પાસેથી મુળ બિહારનાં સારન જીલ્લાનાં બકસંડાનાં વતની અને હાલ મેટોડામા મચ્છોનગરમા ધવલ દોમડીયાની ઓરડીમા ભાડેથી રહેતા કુંદનકુમાર પવનશાની ધરપકડ કરી તેની પાસેથી 1 કીલો અને 7રર ગ્રામ ગાંજો કબજે કર્યો હતો. પુછપરછમા કુંદન મેટોડામા પરપ્રાંતીયોને ગાંજો સપ્લાય કરતો હોવાનુ તેણે જણાવ્યુ હતુ.
જીલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચનાથી પીઆઇ એચ. એસ. શર્મા સાથે સ્ટાફનાં મયુરસિંહ ઝાલા, યોગીરાજસિંહ જાડેજા, જશમતભાઇ માનકોલીયા, હરેશભાઇ સોરાણી, રવુભાઇ ગીડા, શકિતસિંહ જાડેજા, સુભાષભાઇ લાવડીયા, અને મહિપતસિંહ જાડેજા સહીતનાં સ્ટાફે કામગીરી કરી હતી.