હળવદના પલાસણ નજીક સીમમાં આધેડની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં એક ચકચારી ભરી ઘટના સામે આવી છે. ગોલાસણ અને પલાસણ ગામ વચ્ચેના વિસ્તારમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક પલાસણ ગામના 45 વર્ષીય તરશીભાઈ નાગજીભાઈ વિઠ્ઠલપરા હોવાનું સામે આવ્યું છે.
સ્થાનિક લોકોને જ્યારે મૃતદેહની જાણ થઈ ત્યારે તેઓ ઘટનાસ્થળે એકત્રિત થયા હતા. તેમણે તરત જ હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતકના માથા અને શરીર પર બોથડ પદાર્થના ઘા મારીને તેમની હત્યા કરવામાં આવી છે.
હળવદ પોલીસે હત્યારાઓને શોધવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂૂ કરી છે. પોલીસ મૃતકના પરિવારજનોની ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરી રહી છે. હત્યા પાછળનું કારણ અને હત્યારાઓની ઓળખ હજુ સુધી જાહેર થઈ નથી. મોરબી જિલ્લામાં છેલ્લા સમયમાં હત્યાના બનાવો વધી રહ્યા હોવાની ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે.
આ ચકચારી હત્યાની ઘટનામા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે. તેમજ મુખ્ય માર્ગ પર સીસીટીવી ફુટેઝ પણ તપાસી રહી છે. હાલ પોલીસમાથી જાણવા મળ્યુ હતુ કે હત્યાનાં ગુનામા શકમંદોને ઉઠાવી લઇ પોલીસ દ્વારા પુછપરછ કરવામા આવી રહી છે આ હત્યા પાછળનુ કારણ જાણવા પણ તપાસ ચાલી રહી હોવાનુ હળવદ પોલીસમાથી જાણવા મળી રહયુ છે.