દ્વારકાના આરંભડા પાસેથી ગુમ થયેલ આધેડ રાજકોટ બસપોર્ટ પાસેથી મળ્યા
04:54 PM Mar 18, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા નાં માર્ગદર્શન હેઠળ શહેરભરની પોલીસ દ્વારા ગુમ થયેલા વ્યકિતઓને શોધવા માટે તા 16.3 થી 30.3 સુધી સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરવામા આવ્યુ હોય જે અનુસંધાને રાજકોટ શહેરનાં એ ડીવીઝન વિસ્તારનાં પીઆઇ આર. જી. બારોટ, પીએસઆઇ ડી. વાય. મહંત, એએસઆઇ કે. કે. માઢક, જયેશભાઇ ડાંગર અને સંજયભાઇ ચૌહાણ સહીતનાં સ્ટાફે ગઇકાલે ઢેબર રોડ બસ પોર્ટ પાસેથી એક અજાણ્યા વ્યકિતની પુછપરછ કરતા આ આધેડ દેવભુમી દ્વારકા જીલ્લાનાં આરંભડા ગામનાં ધડા નગરમા રહેતો હોવાનુ પોલીસને જણાવ્યુ હતુ અને પોલીસે આ અંગે દ્વારકા જીલ્લાનાં મીઠાપુર પોલીસ સ્ટેશનમા તપાસ કરતા આ યુવાન પોતાનાં ઘરેથી કોઇને કહયા વગર નીકળી ગયો હતો અને આ અંગે પોલીસમા ગુમ નોંધ થઇ હતી. આ મામલે એ ડીવીઝન પોલીસે મીઠાપુર પોલીસ સ્ટેશનનાં પીઆઇ ડી. એન. વાંજાનો સંપર્ક કરી આધેડને તેમને સોપી આપ્યો હતો.
Next Article
Advertisement