કલ્યાણપુરના ગાગા ગામના માનસિક રીતે અસ્વસ્થ પ્રૌઢનું કૂવામાં ડૂબી જતાં મૃત્યુ
01:07 PM Oct 15, 2025 IST
|
Bhumika
Advertisement
ખંભાળિયામાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા
Advertisement
કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે રહેતા મહિપતસિંહ રઘુભા વાઢેર નામના 55 વર્ષના પ્રૌઢ છેલ્લા આશરે વીસેક વર્ષથી માનસિક રીતે અસ્વસ્થ હોય અને આ બીમારીની ચાલુ સારવાર વચ્ચે સોમવારે રાત્રિના સમયે તેઓ કોઈ અગમ્ય કારણોસર કૂવામાં પડી જતા ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ જયદીપસિંહ નટુભા વાઢેરએ કલ્યાણપુર પોલીસને કરી છે.
જુગાર
ખંભાળિયાના ધારારનગર વિસ્તારમાંથી પોલીસે ગત સાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા નવલ ઘેલાભાઈ ગંઢ, ધારા અરજણ સાખરા અને ખેતા ઘેલાભાઈ ધારાણીને ઝડપી લઇ, રૂૂ. 5,230 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
બિયર
કલ્યાણપુર તાલુકાના બામણાસા ગામે રહેતા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો મહિપતસિંહ વાઢેર નામના 30 વર્ષના શખ્સને પોલીસે બિયરના ચાર ટીન સાથે ઝડપી લઇ, ધોરણસરની કાર્યવાહી કરી હતી.
Next Article
Advertisement