હળવદ નજીક સાધુના સ્વાંગમાં આવેલા શખ્સો ખેડૂતના ખિસ્સામાંથી 1.12 લાખ લઈ ફરાર
ધ્રાંગધ્રા રોડ ઉપર આવેલા કોઇબા ગામના પાટીયા પાસે હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી મંગળવારે બપોરે ખેડૂત તલ વેચીને બાઇક લઈને પોતાના ઘેર જીવા ગામ જઈ રહ્યા હતા. ત્યારે એક કારમાં સાધુના સ્વાંગમાં એક વ્યક્તિ અને બીજો એક ડ્રાઇવરે ખેડૂતના બાઇક રોકીને પૂછ્યું કે અહ કોઈ રામજી મંદિર કે, શિવજી મંદર છે તેમ કહી ખેડુતને ઉભા રાખ્યા હતા ત્યાર બાદ પૈસા લઈ ફરાર થઈ ગયા હતાં. સુરેન્દ્રનગર જિલ્લાના ઘ્રાગધ્રા તાલુકાના જીવા ગામના ખેડૂત મંગળવાર ખેડૂત અરજણભાઈ રણછોડભાઈ નામના ખેડૂત હળવદ માર્કેટિંગ યાર્ડમાં પોતાનું તલ વેચવા આવ્યા હતા. વેચેલા તલની રૂૂ. 1,12,000ની રકમ લઈને પોતાના ઘેર બાઇક પર જતા હતા.દરમિયાન હળવદ ધ્રાંગધ્રા રોડ ઉપર આવેલા કોઇબા ગામના પાટીયા પાસે એક કારમાંથી એક ભાઈએ ઊભા રાખીને કહ્યું કે મારી કારમાં સાધુ છે. અહીં આજુબાજુ રામજી મંદિર કે શિવ મંદિર હોય તો કેજો અમારે રોકાવું છે. પરંતુ આ ખેડૂત અરજણભાઈ કહેલ કે રામજી મંદિર નથી. પણ અહીંયા રંગીલા હનુમાન છે. ત્યારે બાઇક ઉભુ રખાવીને ખેડૂત અરજણભાઈને કારમાં બોલાવીને ખિસ્સામાં રહેલા રૂૂ 1,12,000 અને અન્ય રોકડ રકમ પણ લઈને બંને શખસ નાસી છૂટ્યા હતા.ત્યારે ભોગ બનનાર ખેડૂતે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડીને વધુ તપાસ હાથ ધરી હતી.