ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મવડી ચોકડીએ મજૂરીના પૈસા આપવાની ના પાડી ત્રણ ભાઈઓ પર ચારનો હુમલો

04:09 PM Oct 12, 2024 IST | Bhumika
Advertisement

ત્રણેય ભાઈઓને મવડી ચોકડી પાસે બોલાવી ચારેય તૂટી પડ્યા, ફરિયાદ નોંધાઈ

Advertisement

શહેરના મવડી ચોકડી પાસે ત્રણ પર પ્રાંતિય ભાઈઓને મજુરીના પૈસા આપવાની ના પાડી ચાર શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો હતો. એન ફરિયાદી યુવાનને માથામાં હથોડીનો ઘા ઝીંકી દેતા તેને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો. આ મામલે પોલીસમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી.

બનાવની વિગતો અનુસાર મુળ ઉત્તરપ્રદેશના અને હાલ 150 ફૂટ રીંગ રોડ ફોર્ચ્યુન હોટેલની પાછળ સરસ્વતી નગર શેરી નં. 15માં રહેતા પયોગેન્દ્ર રામ સોચરામ કુમાર (ઉ.વ.24)એ તેમના શેઠ સોનુંભાઈ અમરનાથ રામ, સાધુ, દિપકભાઈ અને દેવેન્દ્રનું નામ આપતા તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

યોગેન્દ્રએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા. 10ના રોજ રાત્રીના ત્રણેય ભાઈ ઘરેથી ચાલીને રામાપીર ચોકડી ખાતે સબંધીના ઘરે જતા હતા ત્યારે મવડીના ઓમનગર ધરમનગર શેરી નં. 4 માં રહેતા તેમના શેઠ સોનુભાઈ રામે ભાઈ સચીનાનેદને કોલ કરી મવડી ચોકડીએ હીસાબના પૈસા લેવા માટે બોલાવ્યા હતાં. જેથી ત્રણેય ભાઈ મવડી ચોકડીએ પહોંચતા ત્યાં સોનું તેમજ તેમની સાથેના ત્રણ મજુરો સાથે હતા તેઓએ પૈસા આપવાની ના પાડી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ આરોપી સાધુએ યોગેન્દ્રને માથામાં હથોડી મારી દેતા તેમને માથામાંથી લોહી નિકળવા લાગ્યું હતું. અને દેકારો થઈ જતાં તેઓ ત્યાંથી ભાગી ગયા હતા અને મામલે 108 મારફતે યોગેન્દ્રને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવતા આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Tags :
attackedcrimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement