શાપર વેરાવળ બુકાનીધારી તસ્કરો ત્રાટક્યા, રૂા.1.82 લાખના કોપર વાયરની ચોરી
શાપર વેરાવળ માં ભકતીધામ શેરીમાં આવેલ ઇલેક્ટ્રિકની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. દુકાન માંથી રૂૂ.1.82 લાખના કોપર વાયર ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. શાપર પોલીસે સીસીટીવીમાં તપાસ કરતા પાંચ બુકાનીધારી શખ્સો કેમેરામાં કેદ થયા હતા. આ ફુટેજના આધારે તસ્કરોની ઓળખ મેળવવા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
શાપર વેરાવળ મેઇન રોડ પર આવેલ ભકતીધામ શેરી નં.2 ખાતે આકાશ ઇલેકટ્રીક એન્ડ રીવાઇડીંગ નામે દુકાન ચલાવતા ગોંડલ તાલુકાના હડમતાળા ગામમાં રહેતા સીરાજભાઇ હાસનભાઈ પતાણીએ પોલીસ મથકમાં નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, ગઇ તા.05/08/2025 ના રોજ રાત્રીના નવેક વાગ્યે સિરાજ તથા તેનો ભાઇ સલીમભાઇ દુકાન બંધ કરી ઘરે જતા રહ્યા હતા. બીજા દિવસે તા.06/0 /2025 ના રોજ બુધવારની રજા હોવાથી શાપર આવ્યા ન હતા. અને તા.07/08/2025 ના રોજ સવારના નવેક વાગ્યે દુકાને ગયા ત્યારે દુકાનનું શટર નીચેથી ઊચકાવેલ જોવા મળ્યું હતું.
અંદર તપાસ કરતા કોપર વાયરની પાંચ રીલની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. એક રીલમાં વિસેક કીલો જેટલો કોપર વાયર તેમજ દુકાનની અંદર આવેલ ઓફીસ પાસે પડેલ જુનો કોપર વાયરના ભંગારના બે બાચકામાં રહેલ આશરે 150 કીલોગ્રામ કોપર વાયર જેની આશરે કિંમત રૂૂ. 80 હજાર મળી આવેલ નહી રૂૂ.1.82 લાખના કોપર વાયરની ચોરી થઈ ગયાનું માલુમ પડતા આ મામલે પોલીસને જાણ કરતા શાપર વેરાવળ પોલીસ મથકના પી.આઈ આર.બી.રાણા સહિતો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.પોલીસે દુકાનના સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરતા તેમા પાંચ શખસો દુકાનનું શટર ઉંચું કરી એક શખસ દુકાનમાં પ્રવેશી કોપર વાયરની ચોરી કરી ગયાનું દેખાયુ હતું.
પાંચેય શખસોએ મોઢે બુકાની બાંધેલી હતી. પોલીસે સીસીટીવીને આધારે તસ્કરોની ઓળખ મેળવવા તપાસ શરુ કરી છે. ચોરીના બીજા બનાવમાં રાજકોટમાં નવા 150 ફૂટ રીંગ રોડ પર પરસાણા ચોક નજીક આદર્શ ટાવર એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી રૂૂષીભાઈ જયેશભાઈ કોઠારીની શાપર ખાતે આવેલ વૃદાવન ઇન્ડસ્ટ્રીઝના કારખાનાનું બાંધકામ ચાલુ છે. તે બાંધકામ સાઇટ ઉપરથી રૂૂ.37 હજારની 540 કી.ગ્રા.ની કુલ પ્લેટો નંગ 32 લોખંડની પ્લેટો કોઈ ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
