મારવાડી કોલેજના સંચાલકનો રસોયો બે ચોરાઉ મોટરસાઇકલ સાથે પકડાયો
એસ્ટ્રોન ચોક અને બહુમાળીભવન પાસેથી વાહન ચોરી કર્યાની કબૂલાત
રાજકોટના નામાંકિત મારવાડી ગ્રુપના ઘરે બનેવી સાથે રસોઈયા તરીકે નોકરી કરતા નેપાળી શખ્સને ક્રાઈમ બ્રાંચની ટીમે બે ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપી લઇ વધુ પુછપરછ શરુ કરી છે.શહેરમાં મીલકત સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ રાજકોટ શહેરમાં થતી વાહન ચોરી, ઘરફોડ ચોરી, તથા ચીલઝડપ, લુંટ, વીગેરે અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ ચોરીમાં ગયેલ મુદામાલ તેમજ આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાની સુચનાથી પી.એસ.આઈ એ.એસ.ગરચરની ટીમ પેટ્રોલીંગ હતી ત્યારે બાતમીના આધારે મૂળ નેપાળના વતની અને હાલ ન્યારી ડેમ પાસે સ્ટાર લાઈફ સ્ટાઈલ સોસાયટી બંગલા નં-2 સંદીપભાઈ મારવાડીના મકાનમા રહેતા અને રસોઈ બનાવવાનું કામ કરતા કરણ હરીબહાદુર બીસ્ટ (ઉ.વ.19)ને ચોરાઉ એકટીવા અને હોન્ડા સાથે ઝડપી લીધો હતો.
આ બન્ને વાહન કરણે બહુમાળીભવન અને એસ્ટ્રોન ચોક માંથી ચોરી કર્યા નું જણાવ્યું હતું.પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયા,ડીસીપી (ક્રાઇમ) પાર્થરાજસિંહ ગોહિલ,એસીપી (ક્રાઇમ) બી.બી.બસીયાની સુચનાથી પી.આઈ એમ.આર.ગોંડલીયા, પી.આઈ એમ.એલ.ડામોર,પી.એસ.આઈ એ.એસ.ગરચર સાથે અનિલભાઈ સોનારા, ધર્મરાજસિંહ રાણા, હરપાલસિંહ જાડેજા,જીલુભાઈ ગરચર, અશ્વિનભાઈ પંપાણીયાએ કામગીરી કરી હતી.