રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કેશોદ પંથકમાં તાંત્રિક વિધિના નામે પરિણીતા પર દુષ્કર્મ આચર્યું

11:48 AM Jan 13, 2025 IST | Bhumika
Advertisement

કેશોદ પોલીસ સ્ટેશનમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલા સાથે તાંત્રિક વિધી કરવા નામે એક શખ્સ ઘરમાં ઘુસી જઈ મહિલાને માર મારી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતાં પોલીસે આરોપીને ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ અંગે નાયબ પોલીસ અધિક્ષક કેશોદ ડિવીઝનના ચાર્જમાં રહેલાં માંગરોળ ડીવાયએસપી ડી. વી. કોડિયાતરના જણાવ્યાં મુજબ હજુ ઘણા ખરા આર્થિક નબળા પરિવાર સુખ, શાંતિ, આર્થિક સધ્ધરતાં મેળવવા અંધશ્રધ્ધાના નામે તાંત્રિક વિધી કરાવવા પ્રેરાય છે.

જયારે તેને ખ્યાલ આવે ત્યાં સુધીમાં તેમની સાથે ન થવાનું થઈ જાય છે. આ ઘટના કેશોદના ગ્રામ્ય પંથકની છે. જયાં એક પરિણિત મહિલા તેના પતિ સાથે રહેતી હોય આર્થિક સ્થિતી નબળી હોય પતિ - પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થર્તા હોય સુખ શાંતિ મળે તેવા સંજોગોમાં એક તાત્રિક વિધી કરતાં શખ્સના સંપર્કમાં આવી હતી. આથી મહિલા અને આ શખ્સ વચ્ચે તાંત્રિક વિધી માટે થયેલ વાતચીત મુજબ જયારે મહિલાનો પતી રાત્રીના જમીને બહાર જતાં આ શખ્સ મહિલાની એકલતાનો લાભ લઈ તાંત્રિક બહાને મહિલાના ઘરે પહોંચ્યો હતો. અને મહિલાના ઘરમાં પ્રવેશ કરી, ઘરનું બારણું બંધ કરી, તાંત્રિક વિધીના નામે દિવો પ્રગટાવી રૂૂમ બંધ કરી મહિલાને ધાક ધમકી આપી માર મારી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.

 

આ ઘટના અંગે પીડિત મહિલાએ તેની જેઢાણી અને પતિને વાત કરી હતી. આ દુષ્કર્મની ઘટના બાદ મહિલાને કેશોદ સરકારી દવાખાને સારવાર આપવામાં આવી હતી. પોલીસે મહિલાની ફરિયાદ આધારે પંચાળા ગામના રણજીત બધાભાઈ પરમાર વિરૂૂધ્ધ 64 (1) 115 (2) હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. આ ધટના અંગે કેશોદ પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એ. જાદવ તપાસ ચલાવી રહ્યું છે.

Tags :
crimegujaratgujarat newskeshodKeshod newsraped
Advertisement
Next Article
Advertisement