મેટોડામાં પૈસાની લેતી-દેતીમાં પરિણીતા ઉપર સાસુ-સસરા અને દિયરનો હુમલો
મેટોડામા પૈસાની લેતી દેતીમા પરણીતા પર સાસુ, સસરા અને દીયરે હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે પરણીતાને સારવાર માટે ખસેડવામા આવી હતી.આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર કણકોટનાં પાટીયા પાસે આવેલા હાઉસીંગ બોર્ડનાં કવાર્ટરમા રહેતી દક્ષાબેન દીનેશભાઇ સોમૈયા નામની ર6 વર્ષની પરણીતા રાત્રીનાં સાડા અગ્યારેક વાગ્યાનાં અરસામા મેટોડા ગેટ નંબર 1 પાસે હતી ત્યારે તેનાં સસરા નાનજીભાઇ અરજણભાઇ સોમૈયા, સાસુ ગૌરીબેન સોમૈયા અને દીયર રાહુલ સોમૈયાએ ઢીકા પાટુનો માર માર્યો હતો. પરણીતાને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પીટલમા દાખલ કરવામા આવી હતી. પ્રાથમીક પુછપરછમા દક્ષાબેન સોમૈયાએ સસરા નાનજીભાઇ સોમૈયાને મકાન લેવા માટે રૂ. દોઢ લાખ આપ્યા હતા જે રૂપીયાની ઉઘરાણી કરતા સાસુ, સસરા અને દીયરે હુમલો કર્યો હોવાનુ દક્ષાબેન સોમૈયાએ આક્ષેપ કર્યો છે આક્ષેપનાં પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.