ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગુલાબ એવન્યુમાં પરિણીતા અને તેના પુત્ર પર પતિ-સાસરિયાનો હુમલો

01:39 PM May 07, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

જામનગરમાં સરું સેક્સન રોડ પર ગુલાબ એવન્યુમાં રહેતી વેજલબેન ભાવિકભાઈ શાહ નામની 42 વર્ષની વણીક મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર ઋષભ ઉપર લાકડી પડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પોતાના જ પતિ ભાવિક અમૃતલાલ શાહ અને સસરા અમૃતલાલ શાહ સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે મહિલાને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાઈ છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી વણિક મહિલાના ઘરમાં શોર્ટકીટ થયું હોવાથી તેણે એક ઇલેક્ટ્રિક કારીગરને ઘરમાં કામ કરવા માટે બોલાવ્યો હતો, જે કારીગર ઘરમાં કામ કરી રહ્યો હતો, જે દરમિયાન વેજલબેન ના સસરા અમૃતભાઈ તથા પતિ ભાવેશભાઈ આવી ગયા હતા, અને તેઓએ કહ્યું હતું કે આ કારીગરને શું કામ ઘરમાં બોલાવ્યો છે, તેમ કહી તકરાર કરી હતી, અને લાકડી લઈને સૌપ્રથમ કારીગર પર હુમલો કરતાં તે ભાગી છૂટ્યો હતો.

ત્યારબાદ વેજલબેન ઉપર લાકડી વડે હુમલો કરાયો હતો. જેમાં તેણીને મૂઢ ઇજા થઈ હતી. દરમિયાન તેનો પુત્ર ઋષભ બચાવવા માટે વચ્ચે પડતાં પુત્રને પણ પતિ અને સસરાએ માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

Tags :
crimegujaratgujarat newsjamnagarnews jamnagar
Advertisement
Advertisement