લગ્ને-લગ્ને કુંવારા 'વરરાજા'એ 25 મહિલાઓ સાથે કર્યા લગ્ન, પૈસા-દાગીના લઈ થયો રફૂચક્કર, આ રીતે ફૂટ્યો ભાંડો
મહારાષ્ટ્રના પાલઘરમાં નાલાસોપારા પોલીસે 43 વર્ષના એક એવા યુવકની ધરપકડ કરી છે જેણે માત્ર એક-બે નહીં પરંતુ 25થી વધુ લગ્ન કર્યા છે. પરંતુ આ લગ્ન થોડા દિવસો જ ચાલતા હતા. લગ્ન બાદ આરોપી 'વરરાજો' તેની કન્યાનો તમામ કિંમતી સામાન, ઘરેણાં અને રોકડ લઈને ભાગી જતો હતો.એમબીવીવી પોલીસે જણાવ્યું હતું કે નાલાસોપારામાં રહેતી એક મહિલાની ફરિયાદના આધારે ફિરોઝ નિયાઝ શેખની કલ્યાણથી ધરપકડ કરવામાં આવી હતી.
આ વ્યક્તિનું સાચું નામ ફિરોઝ શેખ છે. ફિરોઝે 25થી વધુ મહિલાઓને પોતાનો શિકાર બનાવી હતી. મહિલાઓ સાથે લગ્ન કરી તેમના પાસેથી પૈસા અને કિંમતી વસ્તુ પડાવી તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. ફિરોઝે જે યુવતીઓ કે મહિલાઓને પોતાનો શિકાર બનાવ્યો તે મોટાભાગે વિધવા અથવા છૂટાછેડા લીધેલી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ફિરોઝે મેટ્રિમોનિયલ વેબસાઇટ Shaadi.com પર અનેક પ્રોફાઇલ બનાવી છે. તેના દ્વારા તે વિધવા, છૂટાછેડા લીધેલી અથવા મોટી ઉંમરની મહિલાઓને વિનંતીઓ મોકલતો. તેમની સાથે મિત્રતા કરી અને તે તને પ્રેમની જાળમાં ફસાવતો અને પછી તેની સાથે લગ્ન પણ કરતો. થોડા દિવસ કન્યા સાથે બાદ તે રાતોરાત દુલ્હનની કિંમતી સામાન, ઘરેણાં અને રોકડ લઈને ભાગી જતો હતો.
ઘણી મહિલાઓએ શરમના કારણે તેની સામે ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ ફિરોઝની છેતરપિંડીનો ભોગ બનેલી એક મહિલાએ નાલાસોપારામાં કેસ દાખલ કર્યો હતો. તેણે આ મહિલા સાથે પણ આવું જ કર્યું હતું. તેની ફરિયાદ બાદ પોલીસે આરોપીને શોધવાનો પ્લાન બનાવ્યો હતો. તેણે નકલી યુવતીના નામે સોશિયલ એકાઉન્ટ બનાવ્યું હતું. ફિરોઝનો સંપર્ક કર્યો. લગ્નની વાત હતી અને આરોપી જલ્દી જ આ જાળમાં ફસાઈ ગયો. એ વાતથી અજાણ કે આ વખતે જેલના સળિયા તેની રાહ જોઈ રહ્યા છે. પોલીસે ફરી આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.
લગ્નના નામે છોકરીઓની છેતરપિંડી કરનાર આ વ્યક્તિ પાસેથી પોલીસે લગભગ 3 લાખ રૂપિયાની રોકડ, છોકરીઓની એટીએમ, પાસબુક અને અન્ય વસ્તુઓ જપ્ત કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિ માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ લગ્નના નામે અનેક યુવતીઓ સાથે તેણે છેતરપીંડી કરી છે. પાલઘર પોલીસે તમામ મહિલાઓને અપીલ કરી છે કે જો તમને shaadi.com જેવી સાઈટ પર આવો કોઈ વ્યક્તિ મળે, તો પહેલા તેને અને તેના પરિવારની તપાસ કરો. જો સહેજ પણ શંકા હોય તો પોલીસને જાણ કરો.