મહુવા પંથકમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું: 21.25 લાખના છોડ કબજે
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના એક વાડી વિસ્તારમાં મહુવા પોલીસે બાતમી આધારે એક વાડીમાં રેડ કરતા વાડીમાંથી લીલા ગાંજાના છોડ મોટી માત્રામાં મળી આવતા, ગાંજાના છોડનું વાવેતર કરનાર એક વૃદ્ધને ઝડપી લઇ 21 લાખથી વધુના જથ્થો કબ્જે લઇ આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
ભાવનગર શહેરમાં અને ખાસ કરીને ગ્રામ્ય પંથકમાં છેલ્લા ઘણા સમયથી ગાંજો, ડ્રગ્સ, દેશી તેમજ વિદેશી દારૂૂનું દુષણ ફુટી નિકળ્યું છે. ત્યારે દેશી અને વિદેશી દારૂૂ ચોકે ચોકે વેચાણ થાય છે ત્યારે મહુવા પોલીસે એક બાતમીના આધારે દાઠા ગામની વાડી વિસ્તારમાં રેડ કરી હતી.
ગાંજો હોવાની બાતમી આધારે રેડ કરતા મહુવા પોલીસ વિભાગના ડી.વાય.એસ.પી. અંશુલ જૈન તેમજ તેમની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી જે દરમિયાન એક વાડીમાંથી 664 જેટલા લીલા ગાંજાનો છોડ, 425.18 કિલોગ્રામ કિ.રૂૂા. 21,25,900ના જંગી ગાંજાના છોડ સાથે આરોપી વનરાજસિંહ ઉર્ફે વનુભા બચુભા સરવૈયાને ઝડપી લીધો હતો.મહુવા પોલીસે એનડીપીએસની જુદી જુદી કલમો હેઠળ આરોપી વિરૂૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.