રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભાણવડના સઇ દેવળિયામાં ડ્રોનથી ગાંજાનું વાવેતર ઝડપાયું

10:59 AM Mar 28, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં એસ.ઓ.જી.ની ટીમ દ્વારા ડ્રોન સર્વેલન્સની મદદથી સઈ દેવળીયા ગામે ગાંજાની ખેતી કરતા બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં પોલીસ દ્વારા રૂૂપિયા 95 હજાર જેટલી કિંમતનો સાડા નવ કિલોગ્રામ જેટલો ગાંજો ઝડપાયો છે.

આ સમગ્ર પ્રકરણની જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચનાથી એસ.ઓ.જી. પોલીસની ટીમ દ્વારા બુધવારે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. પી.સી. સિંગરખીયાના વડપણ પણ હેઠળ ભાણવડ વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી એર સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સઈ દેવળીયા ગામે રહેતા ધનજી લખમણ ઘેલાભાઈ ગાજરોતર નામના 60 વર્ષના સગર શખ્સને રૂૂપિયા 86,460 ની કિંમતના 8.646 કિલોગ્રામ વજનના 11 ગાંજાના છોડ તેમજ 140 ગ્રામ વજનના સૂકા ગાંજા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

આ જ વિસ્તારમાં કરવામાં આવેલી અન્ય એક કાર્યવાહીમાં હિતેશ ઉર્ફે ભાયા હમીર પરબત ગોહિલ નામના 44 વર્ષના સગર યુવાનને દ્વારા ગાંજાનું વાવેતર કરી અને ગાંજો સુકવીને તેનું વેચાણ કરવામાં આવતું હોવાથી તેના પણ કબજા ભોગવટાની વાડીમાં એસ.ઓ.જીની ટીમએ દરોડો પાડયો હતો. અહીંથી પોલીસને રૂૂપિયા 5,810 ની કિંમતના 581 ગ્રામ વજનના ગાંજાના 6 છોડ તેમજ 80 ગ્રામ સુકો ગાંજો મળી આવ્યો હતો.

આ પ્રકરણમાં પોલીસે સઈ દેવળીયા ગામેથી ધનજી લખમણ સગર અને હિતેશ ઉર્ફે ભાયા હમીર સગરને કુલ રૂૂપિયા 94,560 ની કિંમતના 9.227 કિલો વજનના ગાંજાના 17 છોડ તેમજ 229 ગ્રામ સૂકા ગાંજા સાથે અટકાયત કરી, એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આગળની તપાસ અર્થે આ બંને શખ્સોનો કબજો ભાણવડ પોલીસને સોંપવામાં આવ્યો છે. જેમાં આગળની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. પી.જે. ખાંટ ચલાવી રહ્યા છે.

આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. પી.આઈ. પ્રશાંત સિંગરખીયા, ભીખાભાઈ ગાગીયા, હરદેવસિંહ જાડેજા, સુરેશભાઈ વાનરીયા, જીતુભાઈ હુણ, નિર્મલભાઈ આંબલીયા, નિતેશભાઈ, હરદીપસિંહ, વિજયસિંહ, પબુભાઈ, સ્વરૂૂપસિંહ, દિનેશભાઈ અને સુમાતભાઈ દ્વારા કરવામાં આવી હતી.

Tags :
BHANVADBhanvad newscrimegujaratgujarat news
Advertisement
Advertisement