લોન પરત કરવા આપેલો ચેક રિટર્ન થતા મંડળી સભાસદને 1 વર્ષની સજા
પરિવાર ક્રેડીટ સોસાયટીમાંથી લીધેલી રૂા.1 લાખની લોન પરત કરવા આપેલો ચેક પરત કરવાના ગુનામાં અદાલતે મંડળીના સભાસદને એક વર્ષની સજા અને 1 મહીનામાં વળતર ચુકવવા હુકમ કર્યો હતો.આ કેસની વિગત મુજબ આરોપીએ પરિવા ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી પ્રાઇવેટ લીમીટેડ મંડળીમાંથી 2019માં રૂા.1 લાખની લોન લીધી હતી. ત્યારબાદ મંડળીના નિયમો અનુસાર આરોપીએ લોનના હપ્તા નહીં ભરતા ફરીયાદી પોતાની કાયદેસરની લેણી નિકળતી રકમ પરત માંગતા આરોપીએ લોન ચુકવવા ચેક આપ્યો હતો.
પરંતુ ચેક બેન્કમાં જમા કરાવતા ફંડસ ઇન્સફિસિયન્ટના શેરા સાથે બાઉન્સ થતા કોર્ટમાં આરોપી વિરૂધ્ધ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટસ એકટ હેઠળ ફરીયાદ કરી હતી.જે કેસ ચાલી જતા કોર્ટે આરોપીને તકસીરવાન ઠરાવી એક વર્ષની સજા તેમજ એક મહીનાની અંદર ફરીયાદીને ચેકની રકમ વળતર પેટે ચુકવી આપવા હુકમ કર્યો હતો. જો રકમ ચુકવવામાં આરોપી કસુર કરે તો વધુ છ માસની જેલ કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરીયાદી મંડળી વતી એડવોકેટ હેમંત ભટ્ટ, ઇશાન ભટ્ટ તેમજ દિવ્યેશ કલોલા, મેહુલ ઝાપડા વિકાસ ગોવાણી રોકાયા હતા.