For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટના લોકમેળાના નામે માણાવદરના કોન્ટ્રાક્ટર સાથે 23.40 લાખની છેતરપિંડી

01:23 PM Jul 01, 2025 IST | Bhumika
રાજકોટના લોકમેળાના નામે માણાવદરના કોન્ટ્રાક્ટર સાથે 23 40 લાખની છેતરપિંડી

ગત વર્ષે ભારે-વરસાદને કારણે લોકમેળો રદ થતા ટેન્ડર મેળવનાર શખ્સે સરકારે આપેલી રકમ પરત ન કરી

Advertisement

રાજકોટમાં ગત વર્ષે ભારે વરસાદને કારણે લોકમેળો રદ થતા સરકાર દ્વારા મેળાનું ટેન્ડર રદ કરી રકમ મુખ્ય કોન્ટ્રાક્ટરને બેંક ખાતામાં પરત જમા કરાવી હતી ત્યારે પેટા કોન્ટ્રાક્ટ રાખનાર માણાવદરના યુવાન સાથે મેળાનો કોન્ટ્રાક્ટ મેળવનાર મુખ્ય કોન્ટ્રકટરે રૂૂ.23.40 લાખની રકમ એડવાન્સ લીધા બાદ મેળો રદ થતા આ રકમ પરત નહી આપી છેતરપીંડી કરતા આ મામલે માણાવદરના કોન્ટ્રકટરે પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરુ કરી છે.

મળતી વિગતો મુજબ માણાવદરમાં રહેતાં એને મેળાઓમાં રાઈડ રાખવાનું કામ કરતાં પૃથ્વીરાજ પંચાલ (ઉ.વ.25)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રેલનગર રાધે પાર્ક શેરી નં.1માં રહેતા કોન્ટ્રાકટર વિરેન્દ્રસિંહ મંગળસિંહ ગોહેલનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ રાજકોટનો લોકમેળો 2024ની સાલમાં રદ થયા બાદ ચાર ચુકડોળના પ્લોટ માટે આપેલા રૂૂા.23.40 લાખ કોન્ટ્રાકટર વિરેન્દ્રસિંહ મંગળસિંહ ગોહેલ ઓળવી ગયાની પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાઈ છે. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે. માણાવદરમાં રહેતાં એને મેળાઓમાં રાઈડ રાખવાનું કામ કરતાં પૃથ્વીરાજ પંચાલ (ઉ.વ.25)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 2024ની સાલમાં રાજકોટના રેસકોર્સ મેદાનમાં ધરોહર મેળો યોજાયો હતો.

Advertisement

જેનું ટેન્ડર વિરેન્દ્રસિંહને મળ્યું હતું. જે પેટા કોન્ટ્રાકટ આપતો હોવાથી ચકડોળના ચાર પ્લોટ લેવા માટે તેનો સંપર્ક કરતાં એક પ્લોટના રૂૂા.5.85 લાખ રીતે રૂૂા.23.40 લાખ આપવાનું કહ્યું હતું. જેથી ગઈ તા.23-8-2024ના રોજ રેસકોર્સ મેદાને જઈ અન્ય લોકોની હાજરીમાં તેને રૂૂા.23.40 લાખ આપ્યા હતા. જે લોકમેળા સમિતિમાં જમા કરાવતાં તેને ચાર પ્લોટ ફાળવાયા હતા. જેના એલોટમેન્ટ લેટર વિરેન્દ્રસિંહના નામના આવ્યા હતા. ભારે વરસાદને કારણે લોકમેળો રદ થતાં તંત્રએ રિફંડ આપવાની જાહેરાત કરી હતી. ગઈ તા.8-12-2024 થી તા. 12-12-2024ના રોજ વિરેન્દ્રસિંહના ખાતામાં રિફંડની રકમ આવી ગઈ હતી. જેથી તેને રૂૂા. 11 લાખનો ચેક આપ્યો હતો. બાકીની રકમ રોકડમાં આપી દેવાનું કહ્યું હતું. પરંતુ ચેક રીર્ટન થતાં તેણે વકીલ મારફતે નોટીસ મોકલાવી હતી. પરંતુ વિરેન્દ્રસિંહે તેનો કોઈ જવાબ આપ્યો ન હતો. હજૂ સુધી રોકડ રકમ પણ ચૂકવી ન હોવાથી આખરે તેના વિરૂૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement