માણાવદર : શાપુર સરાડિયા ટ્રેનને વાંસજાળિયા સુધી લંબાવવા કેન્દ્રની મંજૂરી
માણાવદર સતા બજારમાં આવેલ લોહાણા મહાજન વંડી ખાતે ગત તારીખ તા.26/07/2025 ની રાત્રીના શાપુર સરાડીયા ટ્રેનને પુન: સ્થાપિત કરી વાસજાળીયા સાથે જોડવા ની બીનરાજકીય લડત ને કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડો. મનસુખભાઈ માંડવીયાના પ્રયાસો થી રેલ્વે બોર્ડ વાળા ફાઈલન સર્વેની સતાવાર જાહેરાત તાજેતરમાં કરવામાં આવી છે. વોઈસ ઓફ સોરઠના ક્ધવીનર રાકેશલ લખલાણીના બીનરાજકીય લડતને મોટી સફળતા મળવા પામતા આ વિસ્તાર માટે આવતા સમયમાં ફરી ઉદ્યોગ, રોજગાર, ટ્રાન્સ્પોટેશન, અને વિકાસને વેગ મળશે સાથે દેશાવર સાથે જોડાઈ શકશે વાત અને વિષય લડત વ્યાજબી હોવાનુ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવેલ હતુ.
લોહાણા મહાજન ખાતે મળેલ મીટીંગનુ અધ્યસ્થાનેથી બોલતા જાણીતા એડવોકેટ અનીલભાઈ ગાથા એ માણાવદર વિસ્તારના સર્વાગી વિકાસ માટે તમામ જ્ઞાતીવાદોને એક બાજુ મુકી આ વિસ્તારને ઉદ્યોગ મળે તેવા પ્રયત્નો કરવા જનજાગૃતી લાવવી જરૂૂરી છે. દરેક સમાજની મીટીગ કમીટી બનાવી આ વાત કેન્દ્ર સુધી નોન પોલીટીકલ સાથે લઈ જવી પડશે તોજ આ વસ્તારનો વિકાસ થઈ શકશે. તેવુ વોઈસ ઓફ સોરઠના નેજા નીચે રાકેશ લખલાણીએ જે ચિંતા કરી અને આ વિસ્તારને મોટી ભેટ અપાવી છે તેમ સંગઠીત થઈ અવાજ કરવાનો સમય આવી ગયો છે. જીનમીલ ઉદ્યોગના અગ્રણી રાજુભાઈ ઝાટકીયા એ રેલ્વે ફરી સ્થાપિત કરવામાં આવી રહી છે ત્યારે ઉધોગ ઈન્ડ. માણાવદર, બાંટવા, કુતિયાણા માં ફરી આવી અને આ વિસ્તાર ફરી પાછો માન્ચેસ્ટર બને નવ સોલવેન્ટો, જીનમીલો, જીનીગો, ઓઈલમીલો, ઉપરાંતના ઉધોગ થી આ પંથક ધમધમતો કરવા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા પાસે માંગ કરી છે. શહેર ભાજપ પ્રમુખ નિરજભાઈ જોષી, એ જણાવ્યુ હતુ આપણા સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ આંદોલન સમયે આપેલું વચન પાળી બતાવી જણાવ્યુ હતુ કે તમારી વાત અને વિષય વ્યાજબી છે હુ તમારી વાત સાથે સંમત છુ મારા વીસ્તારનો આ પ્રશ્ર્ન સાચો છે અને તેને હુ સાર્થક કરીને જ રહીશ તે બોલીને તેમણે પાળી બતાવ્યુ છે.