ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

3 વર્ષની પુત્રી સાથે અડપલાં કરનાર શખ્સે મહિલા દુકાનદારને હવસનો શિકાર બનાવી

03:33 PM Feb 03, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

શહેરના જામનગર રોડ પર 25 વારિયા ક્વાર્ટસમાં રહેતા રિક્ષાચાલકે એક મહિલાની ત્રણ વર્ષની પુત્રી સાથે અડપલા કર્યા બાદ સમાધાન કરવાના બહાને કરિયાણાની દુકાન ચલાવતી મહિલાને હોટલમાં બોલાવી દુષ્કર્મ ગુજારી તેના 30 હજાર રૂપિયા રોકડ અને મોબાઈલ પડાવી લેતા આ મામલે ભોગ બનનાર મહિલાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી રિક્ષાચાલકને સકજામાં લેવા તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ જામનગર રોડ પર ઘંટેશ્ર્વર 25 વારિયા ક્વાર્ટસ નજીક રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા યુવાન વિરુદ્ધ પોલીસ ફરિાયદ નોંધાવતા તે જેલમાં ગયો હોય હાલ તેની દુકાન તેની પત્ની સંભાળતી હોય ત્યારે આ વિસ્તારમાં રહેતો રિક્ષા ચાલક કરણ બાદલભાઈ દબગીર અવાર નવાર દુકાને વસ્તુ લેવા આવતો હોય જેથી મહિલા સાથે પરિચયમાં આવ્યો હતો. મહિલાનો પતિ જેલમાં હોય તેનો લાભ ઉઠાવી મહિલા સાથે મોબાઈલમાં વાતચીત કરી સબંધ કેળવ્યા બાદ તેના ઘરે અને દુકાને અવર જવર કરતા કરણે મહિલાની ત્રણ વર્ષની પુત્રી ઉપર નજર બગાડી શારીરીક અડપલા કર્યા હતાં અને બાદમાં હત્યાની ધમકી આપવાનો ભય દેખાડી દિકરી ઉપર નજર બગાડાર આ શખ્સે બદનામ કરવાની ધમકી આપી મહિલાને સમાધાન કરવાના બહાને અવાર નવાર હોટલમાં લઈ જઈ તેના મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતું.

આટલુ ઓછુ હોય તેમ રિક્ષા ચાલક કરણે આ મહિલા પાસેથી રૂા. 30 હજારની રોકડ અને મોબાઈલ પણ પડાવી લીધો હતો. ભોગ બનનાર મહિલા આ શખ્સના ત્રાસથી કંટાળી અંતે હિંમત દાખવી ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ સેજલ મેઘાણી સહિતના સ્ટાફે પોક્સોની કલમ હેઠલ ગુનો નોંધી રિક્ષા ચાલક કરણ દબગીરની શોધખોળ શરૂ કરી હતી.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot newsraped
Advertisement
Advertisement