ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારને આજીવન કેદ

05:06 PM May 01, 2025 IST | Bhumika
Advertisement

બે સંતાનના પિતાએ પુત્રીની ઉંમરની બાળકીને હવસનો શિકાર બનાવ્યાના પોકસો એકટના ગુનામાં મહત્વનો ચૂકાદો

Advertisement

રાજકોટમાં રહેતા પરિવારની 14 વર્ષની સગીરાનુ અપહરણ કરી બે સંતાનોના પિતાએ દુષ્કર્મ આચાર્ય હતું. જે કેસ ચાલી જતા સ્પે. પોકસો કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને ભોગ બનનાર બાળકીને રૂૂ.3 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ રાજકોટમાં પરિવારની 14 વર્ષ અને 10 મહિનાની સગીરાનું કાલાવડ તાલુકાના હરીપર ગામનો બે સંતાનોનો પિતા આરોપી મુકેશ બીજલભાઇ સોંદરવાએ અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ભોગ બનનાર સગીરાના પરિવાર દ્વારા ગત તા.25-6-2022 ના રોજ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી મુકેશ સોંદરવાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જે કેસમાં આરોપી વિરુદ્ધ ગુનાને લગતો પૂરતો પુરાવો મળી આવતા તપાસ અધિકારી દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું.

ચાર્જશીટ બાદ કેસમાં પુરાવો શરૂૂ થતા સરકાર તરફે સરકારી વકીલ દ્વારા ફરિયાદી, ભોગ બનનાર સગીરબાળા, ડોક્ટર તથા તપાસ કરનાર પોલીસ અધિકારીની પોક્સો અદાલતમાં સોગંદ ઉપર જુવાની લેવામાં આવી હતી. તે જુબાનીમાં કોર્ટ સમક્ષ ભોગ બનનાર સગીરાએ બનાવની સંપૂર્ણ હકીકત વર્ણવી આરોપીને ઓળખી બતાવ્યો હતો. આ કેસમાં ફરિયાદ, સગીર બાળાનું જન્મનું પ્રમાણપત્ર, મેડિકલ સર્ટિફિકેટ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટ, પંચનામાઓ વગેરે દસ્તાવેજી પુરાવો સરકાર તરફે રજૂ રાખવામાં આવ્યા હતા.

તેમજ સરકારી વકીલ દ્વારા દલિત કરવામાં આવેલ કે ભોગ બનનાર સગીરા છે જ્યારે આરોપી 35 વર્ષનો છે અને બે સંતાનો પિતા છે અને આવા આરોપી ઉપર પ્રોસિક્યુસને તેમનો કેસ સફળતા પૂર્વક સાબિત કરેલ છે અને તમામ સોગંદ ઉપરની જુબાનીઓ તથા દસ્તાવેજી પુરાવાઓથી આરોપી સામેનો કેસ સાબિત થાય છે આવા ગંભીર ગુનામાં આરોપીને કાયદામાં જણાવ્યા મુજબની પૂરેપૂરી સજા થવી જોઈએ તેવી ધારદાર રજુઆત કરી હતી. પોકસો અદાલતના સેશન્સ જજ પી.જે. તમાકુવાલાએ સોગંદ ઉપરની જુબાનીઓ, દસ્તાવેજી પુરાવાઓ અને સરકારી વકીલની દલીલને ધ્યાને લઈ આરોપી મુકેશ બીજલભાઇ સોંદરવાને આજીવન કેદની સજા અને ડીએલએસએને વિકટીમ કમ્પેન્સેશન અન્વયે રૂૂપિયા ત્રણ લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયા હતા

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsrape case
Advertisement
Next Article
Advertisement