મહુવા પંથકમાં 7 વર્ષની બાળકીનું અપહરણ કરનાર શખ્સને પાંચ વર્ષની જેલની સજા
ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના ટીટોડીયા ગામનો શખ્સ નજીકના ગામમાં રહેતી સાત વર્ષિય સગીરાને બથમાં લઇ, અપહરણ કરી લઇ જતો હતો તે વેળાએ સગીરાએ બુમો પાડતા સગીરાના કાકા સહિતના લોકોએ આ શખ્સને ઝડપી લઈ પોલીસને સોંપી આપતા બગદાણા પોલીસે આરોપી સામે પોક્સો સહીતનો ગુનો નોંધાયો હતો.
આ અંગેનો કેસ મહુવાના 4થી એડી. ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એ.એસ.પાટીલની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપી સામેનો ગુનો સાબીત માની આરોપીને પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂૂપીયા 10 હજારનો દંડ અદાલતે ફટકાર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. 4/5/2024 ના રોજ ટીટોડીયા ગામે રહેતો હઠુભાઈ રાવતભાઈ ગોહીલ નામનો શખ્સ નજીકના ગામમાં રહેતી સાત વર્ષીય (7 વર્ષ) બાળાનું અપહરણ કરી લઇ જવાનો હતો ત્યા ભોગ બનનાર રાડો પાડતા ભોગ બનનારના કાકા તેમજ અન્ય શખ્સો ભેગા થઇ આરોપીને પકડી લીધેલ ત્યારે બગદાણા પોલીસને સોંપી આપતા પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો હતો.
આ અંગેનો કેસ મહુવાના 4થી એડી. ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એ.એસ.પાટીલની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ કમલેશ કેસરીની દલીલો, મૌખીક પુરાવા-15, દસ્તાવેજી પુરાવા-17 વિગેરે ધ્યાને લઈ આરોપી હઠુભાઈ રાવતભાઈ ગોહીલ ઉ.વ. 30 ની સામે ગુનો સાબીત માની, આરોપીને કસુરવાન ઠરાવી પોક્સો (ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોમ સેક્યુઅલ એફેન્સ એક્ટની કલમ-8) મુજબના શિક્ષાને પાત્ર ગુન્હા સબબ તકસીરવાન ઠરાવી 5 (પાચ) વર્ષની સખ્ત કેદની સજા તથા રૂૂા. 10,000 નો દંડ અદાલતે ફ્ટકાર્યો હતો અને આરોપી દંડ ના ભરે તો વધુા 3 ત્રણ માસની સખ્ત કેદની સજા ફટકારવામાં આવી હતી.