ગાંજાનું વાવેતર કરનાર શખ્સ લીલા અને સૂકા ગાંજાના જથ્થા સાથે ઝડપાયો
ભાવનગર જીલ્લામાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે NO DRUGS IN BHAVNAGARઅભિયાન ચાલુ કરવામાં આવેલ છે વ ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં નશાકારક પદાર્થનુ વેચાણ કરી લોકાના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તથા ખાસ કરીને આવા નશાકારક પદાર્થનો ઉપયોગ ગુનેગારો ગુનો આચરતા પૂર્વે નશો કરતા હોય તથા યુવાધન આવા ગાંજાનુ સેવન કરીને નશાખોરીના રવાડે ચઢેલ હોય જેથી ભાવનગર શહેર તથા જિલ્લામાં આવી બનતી પ્રવ્રુતિ અટકાવવા માટે નશાકારક પદાર્થનું બિન અધિકૃત વેચાણ/વાવેતર કરનારને શોધી કાઢી તેમના વિરૂૂધ્ધ કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષક એ સુચના આપેલ.
ભાવનગર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ. સુનેસરા ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી પોલીસના હેડ કોન્સ. મહિપાલસિંહ ગોહિલ તથા હેડ કોન્સ. રાજેન્દ્રસિંહ ગોહિલની સંયુકત બાતમીના આધારે ધીરૂૂભાઇ કેશુભાઇ ગોહિલ ઉ.વ.64, ધંધો-ખેતી રહે.નાના ખુંટવડા ગામની સીમ, તા.મહુવા, જી ભાવનગરવાળાએ પોતાની વાડીમાં લીલો ગાંજાના છોડ નંગ 35 જેનુ વજન 14.060 કિ.ગ્રામ જેની કિ.રૂૂ.70,300/- તથા લીલો સુકો ગાંજો 4.560 કિ.ગ્રામ જેની કિં.રૂૂ. 45,600/- સહિત કુલ કિ.રૂૂ.1,15,900/-ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. અંગે તેના સામે એન.ડી.પી.એસ. એકટની જોગવાઇ અનુસાર કાર્યવાહી કરી, એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. ગુલમહમદભાઇ કોઠારીયા દ્વારા બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.