એન્ટિક વસ્તુ ખરીદવા આવેલા શખ્સે પેમેન્ટ આપવાના બદલે છરી કાઢી
જુના મોરબી પર એન્ટિક વસ્તુઓ વેંચતા વેપારીના ઘરે એક શખ્સે આવી વસ્તુઓ ખરીદવા અને પેમેન્ટ બાબતે આરોપીએ છરી બતાવી મારી નાખવાની ધમકી આપી ભાગવા જતા પોલીસે આરોપીનો પીછો કરી ઝડપી લીધો હતો.આ મામલે બી ડીવીઝનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
વધુ વિગતો મુજબ,મોરબી રોડ ગણેશનગર પાસે રહેતા હેમરાજ ભાઇ ભોજરાજભાઇ ધોલીયા (ઉ.વ.47)એ ફરિયાદમાં મહેશ દેવજી પુરબીયાનું નામ આપતા પોલીસે તેની પર ગુનો નોંધયો છે.હેમરાજભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું જુની એન્ટીક વસ્તુની લે-વેચનો વેપાર કરુ છું.ગઈકાલ રવિવારે બપોરના બે વાગ્યાની આસપાસ હું મારા ઘરે હતો ત્યારે બે અજાણ્યા વ્યક્તિઓ મારા ઘરે આવેલ અને મને કહેવા લાગેલ કે મને જુની એન્ટીક વસ્તુઓ ખરીદવાનો શોખ છે અને મને બધી વસ્તુઓ બતાવો તેવુ કહેલ જેથી મે કહેલ કે પહેલા મને પેમેન્ટ કરાવો પછી હું વસ્તુ બતાવુ તો તેમાનો એક ઇસમ ત્યાથી જતો રહેલ અને કહેલ કે મારે કામ છે હું જાવ છુ તેવુ કહી એક જતો રહેલ અને બીજા વ્યક્તિ એ મને ક હેલ કે તમે ચેક લાવો હું તમને ઓનલાઇન પેમેટ કરાવી આપુ તેમ કહી તેને મારા ચેકનો ફોટો પાડીને તેના મીત્રને મોકલી અને મને કહેલ કે તમારા ખાતામાં હુ ઓનલાઇન પેમેન્ટ કરાવુ છું.
તેવુ કહી તેના મીત્રને તે કોલ કરવા લાગેલ અને તેનો મીત્ર કહેતો હોય કે ટાવર નથી આવતો તેમ કરતા કરતા બે-અઢી કલાક જતી રહેલ જેથી મે તેને કહેલ કે હવે અત્યારે તમે જાવ રોકડા જ લઇને આવજો પછી હુ તમને વસ્તુ આપીશ તેવુ કહતા આ વ્યક્તિ ત્યાથી જતો રહેલ અને હુ નાવા જતો રહેલ જે બાદ થોડીજ વારમાં આ વ્યક્તિ પરત આવેલ અને મને કહેવા લાગેલ કે મારુ ચાર્જર અહી રહી ગયેલ છે તે લાવો તેમ કહેતા મે તેને કહેલ કે તમે ચાર્જર કાઢ્યુ જ નથી તમે મારા ચાર્જરમાંથી ચાર્જીગ કરતા હતા તેમ કહી આજુ બાજુમા જોવા લાગેલ અને મારી સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા અને તે દરમ્યાન આ અજાણ્યા ઇસમે તેની પાસેના બેગમાંથી છરી કાઢી મને બતાવી કહેલ કે વસ્તુ આપી દે અને ખોટા દેકારા કરતો નહી નહીતર છરીના ઘોદા મારી દઇશ તેમ કહી ધમકી આપતાં મે અવાજ કરેલ જેથી આજુ બાજુના લોકો આવી જતા આ શખ્સ ત્યાથી જતો રહેલ જે થી મે 100 નંબરમાં કોલ કરેલ અને મારુ એક્ટીવા લઇ મે તેનો પીછો કર્યો જે દરમ્યાન પોલીસની ગાડી આવી અને પોલીસની ગાડીએ તેનો પીછો કરી તેને પકડી લીધેલ અને તેને અહી પોલીસ સ્ટેશને લાવેલ અને તેનુ નામ-ઠામ પુછતા પોતાનુ નામ મહેશભાઇ દેવજીભાઈ પોરબીયા જણાવતો હોય તેમના વિરુદ્ધ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ હતી.