ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

15 વર્ષની સગીરાનો દેહ અભડાવનારને આજીવન કેદ

12:51 PM Mar 04, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

રાજકોટમાં પાડોશી શખ્સે ઘરમાં ઘૂસી સગીરાને ધાક - ધમકી આપી દુષ્કર્મ આચર્યાના પોકસો એકટના કેસમાં કોર્ટનો મહત્ત્વનો ચુકાદો

રાજકોટમાં ચાર વર્ષ પૂર્વે પાડોશી શખ્સે ઘરમાં ઘૂસી સતત છ માસ સુધી સગીરાને ધાક ધમકી આપી હવસનો શિકાર બનાવ્યાના પોકસો એકટના ગુનામાં કોર્ટે અપરાધીને આજીવન કેદની સજા અને રૂૂ.50 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ રાજકોટમાં દૂધની ડેરી વિસ્તારમાં રહેતા વિજય ઘુસાભાઈ ડાંગર નામના શખ્સે વર્ષ 2021 માં પાડોશમાં રહેતી સગીરાના ઘર પાસે ધસી ગયો હતો. ત્યારે ઘરે એકલી રહેલી સગીરાએ બહાર ગયેલી માતાને ફોન કરી જલદી ઘરે આવો મને પાડોશમાં રહેતો વિજય ડાંગર હેરાન કરતો હોવાનું જણાવ્યું હતું જેથી માતા તાત્કાલિક ઘરે પહોંચી હતી ત્યારે સગીરાએ માતા સમક્ષ આપવીતી વર્ણવી હતી કે પાડોશમાં રહેતો વિજય ડાંગર છેલ્લા છ માસથી ઘરમાં ઘુસી બદનામ કરવાની અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો હતો. જે ઘટના પ્રકાશમાં આવતા થોરાળા પોલીસ સ્ટેશનમાં આરોપી વિજય ડાંગર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી વિજય ડાંગરની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જે કેસમાં તપાસ અધિકારી દ્વારા આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળતા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું.

ચાર્જશીટ બાદ કેસ ચાલવા ઉપર આવતા આરોપીના બચાવો પક્ષે દલીલ કરવામાં આવી હતી કે ફરિયાદ મોડી કરવામાં આવેલી છે અને મોડી ફરિયાદ કેવા કારણોસર થઈ છે તેનું કોઈ કારણ જણાવેલ નથી તથા જે 15 વર્ષની બાળકીનો જન્મનો દાખલો છે. તે પણ ખોટો છે અને ફરિયાદીએ ખોટી હકીકત વાળી ફરિયાદ કરેલ છે જેવા મતલબનો આરોપી તરફે અલગ અલગ બચાવ કર્યો હતો.

જ્યારે સરકાર અને મૂળ ફરિયાદી વતી રોકાયેલા વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે મોડી ફરિયાદ કરવાથી ખોટી ફરિયાદ છે તેવું માની શકાય નહીં આરોપીએ જ્યારે 15 વર્ષની બાળકીને બદનામ કરી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય તેવા કારણોસર ફરિયાદ મોડી કરેલ છે તેમજ જન્મનો દાખલો રાજકોટ જન્મ નોંધણી વિભાગમાં નોંધાયેલ હોય જેની નોંધ પણ થયેલી હોય તેમ જ સત્ય હકીકતના આધારે 15 વર્ષની બાળકી પણ કોર્ટમાં બનાવને સમર્થન આપતા હોય ત્યારે આરોપીએ ગુનો કરેલ છે તે સાબિત થાય છે જે મતલબની રજૂઆતો કરવામાં આવી હતી. બંને પક્ષની રજૂઆત બાદ સરકારી વકીલ અને મૂળ ફરિયાદીના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી દલીલો ગ્રાહ્ય રાખી સ્પે. પોકસો કોર્ટે આરોપી વિજય ડાંગરને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂૂ.50 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.આ કેસમાં સરકાર પક્ષે સરકાર સરકારી વકીલ અતુલ એચ. જોશી અને આબીદ એ. સોસન તેમજ મૂળ ફરિયાદી વતી યુવા એડવોકેટ કલ્પેશ એલ. સાકરીયા રોકાયા હતા

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot newsrape case
Advertisement
Next Article
Advertisement