સગીરા સાથે દુષ્કર્મના આરોપીને ફટકારી 20 વર્ષની સજા
જામનગર ની પોકસો અદાલતે સગીરા સાથે ના દુષ્કર્મના કેસમાં આરોપી ને ભારતીય દંડ સંહિતા ની તથા પોકસો એકટ ની અલગ અલગ કલમો હેઠળ 20 વર્ષ ની સખત કેદ ની સજા તથા રૂૂ. 10,000 નો દંડ તથા ભોગબનનારને વળતર પેટે રૂૂ.4,00,000 ચુકવવા નો હુકમ કર્યો છે.
સજા ના આ કેસ ની વિગત એવી છે કે , આરોપી રાહુલ જેઠાભાઈ સાગઠીયા એ જામનગર નજીકના એક ગામમાં રહેતાં ફરીયાદી ની સગીર વય ની દીકરી ને તેના ઘરે થી લગ્ન કરવાની લાલચ આપી , લલચાવી, ફોસલાવી બદકામ કરવાના બદ ઈરાદે અપહરણ કરી બાવળ ની ઝાડી માં લઈ જઈ ભોગબનનાર સાથે તેની મરજી વિરુધ્ધ શરીર સંબંધ બાંધી ભોગબનનારનું શારીરીક શોષણ કરી ,દુષ્કર્મ કરી ભોગબનનાર ને તેની માતા તથા તેના ભાઈને પતાવી દેવાની ધમકી આપી અને ભોગબનનાર આ બાબતે કાંઈ બોલશે તો તેને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ફરીયાદી પંચ એ. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવી હતી.
જે ફરીયાદના આધારે તપાસ કરનાર પોલીસ અધિકારી દ્વારા ગુના ની તપાસ કરી આરોપી વિરુધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ તથા પોકસો એકટ ની કલમ મુજબ નો ગુનો નોંધી આરોપી ની ધરપકડ કરી હતી.
જે કેસ જામનગર ની પોકસો અદાલત માં ચાલી જતાં ભોગબનનાર, ફરીયાદી, મેડીકલ ઓફીસર ની જુબાની તથા સરકારે પક્ષે રજૂ કરવામાં આવેલ 27 જેટલા દસ્તાવેજી પુરાવાઓ તેમજ સરકાર પક્ષે મુખ્ય જીલ્લા સરકારી વકીલ જમન કે. ભંડેરી એ અદાલત સમક્ષ ધારદાર દલીલ કરતા જણાવેલ કે આરોપી સામે સ્કુલમાં ભણતી બાળાને ફરીયાદી ના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાના તેમજ બદકામ કરવા ઈરાદે ભગાડી લઈ ગયેલ અને ભોગબનનાર સાથે દુષ્કર્મ કરવા અંગે નો ગુનો છે.
તેમજ સમાજ માં દિન પ્રતિદિન આ પ્રકાર ના ગુનાઓના કારણે ઓછી ઉંમર ની બાળા ઓ ઉપર વિપરીત અસર પડે છે .તેમજ સમાજ માં દિનપ્રતિદીન આ પ્રકારનાં ગુનાઓનું પ્રમાણ વધી રહેલ છે.
સગીર બાળા ઓ આ પ્રકારનાં ગુનાઓનો ભોગ બને છે .આથી આવા સંજોગો માં સગીર બાળા ઉપર દુષ્કર્મ ના બનાવ ની ગંભીરતા ને ધ્યાને લઈ સમાજ માં દાખલો બેસે તેથી આરોપી ને મહતમ સજા અને દંડ નો હુકમ કરવા ભારપૂર્વક રજૂઆત કરેલ હતી.
જે મુજબ જામનગર ની સ્પે.પોકસો અદાલતના ન્યાયાધીશ વિ.પી.અગ્રવાલ એ ઉપરોકત હકીકતો ઘ્યાને લઈ આરોપી ને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સખત કેદની સજા તથા રૂૂ.10,000 ના દંડ નો હુકમ ફરમાવેલ છે. તથા ભોગબનનાર ને વળતર પેટે રૂૂ.4,00,000 ચુકવવા નો પણ હુકમ કરેલ છે.