દુષ્કર્મના ગુનામાં જામીન પર છૂટેલા શખ્સે મહિલાના ઘર પાસે જઇ ધમકી આપતા ફરિયાદ
નાણાવટી ચોક પાસે રહેતા એક મહિલાએ અગાઉ કરેલી ફરિયાદ મામલે ખાર રાખી અને ફરિયાદ પાછી ખેંચી લેવા ધમકી આપી આશીષ અનંતરાય રાવલ (રહે. મેરીગોલ્ડ સોસાયટી બ્લોક નં.60, શેઠનગરની બાજુમા રાજકોટ વાળા)એ ગાળો આપી ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મહિલાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,અગાઉ ડીસેમ્બર -2024 માં આરોપી આશીષ અનંતરાય રાવલ વીરૂૂધ્ધમાં મને લગ્નની લાલચ આપી મારી સાથે શરીર સબંધ બાંધી અમારી અંગત પળોના ફોટા પાડી મારા પિતાને વોટ્સઅપમાં મોકલેલ હોય જે અંગેની ફરીયાદ અહીં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં કરેલ હતી ત્યારબાદ તેની ધરપકડ થયેલ હતી અને આશીષ જેલ હવાલે થયેલ હતો બાદ તેને તા.30/01/2025 ના રોજ ગુજરાત હાઇકોર્ટ માંથી જામીન મળેલ હતા.જે શરતી જામીન મળેલ હતા જે હુકમમાં એવી શરત હતી કે કોર્ટમાં હાજરી આપવા સીવાય છ મહીના સુધી રાજકોટ શહેરમાં પ્રવેશ કરવો નહી તથા કેસ સાથે સબંધીત કોઇ વ્યક્તિને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રલોભન કે ધમકી આપવી નહી છતા આ આશીષ રાવલ મને ગત માર્ચ -2025 થી મોબાઈલ નમ્બર ઉપર અવાર નવાર ફોન કરે છે.
હું ફોન ન ઉપાડુ તો મને વોટ્સઅપમાં ધમકી ભર્યા વોઇસ રેકોર્ડીંગ મોકલે છે. અને કહે છે કે તું મારા ફોન કેમ ઉપાડતી નથી, તું ક્યાંય ફરીયાદ કરતી નઇ તેવી ધમકી આપે છે આ સીવાય પણ મને વોટ્સઅપમાં અવાર નવાર સમાધાન કરવાના ધમકી ભર્યા વોઇસ રેકોડીંગ મોકલેલ છે. જેમાં મને જેમ ફાવે તેમ ગાળો પણ બોલે છે.બાદમાં ગઇ તા. 10ના રોજ રાત્રીના આશરે સાડા આઠેક વાગ્યે આશીષ મારા ઘર પાસે આવેલ અને બાઈકના હોર્ન મારી મને બોલાવતો હતો જેથી હું નીચે ગયેલ અને અમારી શેરીમાં આવેલ કમલ પાન ખાતે રૂૂબરૂૂ મળેલ ત્યારે આશીષ મને સમાધાન કરી લેવા ધમકી આપેલ હતી અને જો સમાધાન નહી કર તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ હતી.આ મામલે તેમની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.