બેડીનાકા ટાવર પાસેથી ચોરાઉ બાઇક સાથે વાજડીનો શખ્સ ઝડપાયો
શહેરનાં બેડીનાકા વિસ્તારમા એ ડિવીઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમા હતો ત્યારે કાલાવડ રોડ પર આવેલા વાજડી ગામનો શખ્સ ચોરાઉ બાઇક સાથે નીકળતા તેને ઝડપી લેવામા આવ્યો હતો અને તેની પુછપરછમા આ બાઇક ઢેબર રોડ પર આવેલી મનપાની કચેરીની સામે ભારમાલ બ્રધર્સ પાસેથી એકટીવાની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. આ મામલે તેમની પોલીસે ધરપકડ કરી બાઇક કબજે લીધુ હતુ.
વધુ વિગતો મુજબ એ ડીવીઝન પોલીસ મથકનાં પીઆઇ આર. જી. બારોટ, પીએસઆઇ કે. એમ. વડનગરા, એએસઆઇ એમ. વી. લુવા, અજયભાઇ બસીયા, તારાભાઇ વાનળીયા, કલપેશભાઇ બોરીચા અને સાગરભાઇ માવદીયા સહીતનાં સ્ટાફે બેડીનાકા ટાવર પાસેથી એક શખ્સને ચોરાઉ બાઇક સાથે ઝડપી લીધો હતો. તેમની પુછપરછ કરતા તેમણે પોતાનુ નામ કમલ ઉર્ફે ક્રીશ ઉર્ફે કમલેશ રામભાઇ પુજારા (રહે. સાઇઝ ઝીરો કાફે વાજડી ગામ પાસે) હોવાનુ જણાવ્યુ હતુ. તેની પાસે રહેલા બાઇક અંગે પુછતા તેમણે આ બાઇક મનપાની સામે આવેલી ભારમલ બ્રધર્સ દુકાન પાસેથી ચોરી કરી હોવાનુ કબુલતા તેની પાસેથી બાઇક જપ્ત કરવામા આવી હતી.