મહુવાના શખ્સે માનસિક અસ્થિર યુવકના નામે 76 હજારની લોન લઇ ઠગાઇ આચરી
સાવરકુંડલા તાલુકાના વિજપડીમા રહેતા એક માનસિક અસ્થિર યુવકને ભોળવીને મહુવાના એક શખ્સે તેના નામ પર લોન મેળવી લઇ રૂૂપિયા 76677ની છેતરપીંડી આચરતા આ બારામા સાવરકુંડલા રૂૂરલ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.પ્રાપ્ત વિગત મુજબ, ગુણવંતભાઇ ભીખાભાઇ ગોંડલીયાએ સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેમના મોટાભાઇ કમલેશભાઇ પાછલા પંદરેક વર્ષથી માનસિક અસ્થિર છે અને તેઓની સારવાર મહુવા તેમજ અમરેલી સિવીલ હોસ્પિટલમા ચાલુ છે.
વિજપડીમા કમલેશ કટલેરી નામની દુકાન તેઓ બેસી ધંધો કરે છે.તેમની દુકાને મહુવામા રહેતો મહમદસફી સલીમભાઇ જેઠવા નામનો શખ્સ વોશીંગ મશીન કપડા ધોવાનો પાઉડર તેમજ લીકવીડ વેચાણ કરવા અવારનવાર દુકાને આવતો હતો. આ શખ્સે કમલેશભાઇને ભોળવીને તેના નામ પર પુનાવાલા ફીનકોપમાથી રૂૂપિયા 76677ની લોન લઇ લીધી હતી. આ શખ્સે તેના બેંક ખાતામાથી એટીએમ મારફત 40 હજાર ઉપાડી લીધા હતા અને બાદમા ફોનમા ગુગલ પેથી રકમ ટ્રાન્સફર કરી લીધી હતી. બાદમા લોન રીકવરી માટે માણસ આવતા આ વાતની જાણ થઇ હતી. બનાવની વધુ તપાસ એએસઆઇ બી.એસ.સરવૈયા ચલાવી રહ્યાં છે.