ભગવતીપરાનો શખ્સ રૂ.1.68 લાખના ગાંજા સાથે ઝડપાયો,સપ્લાયરની શોધખોળ
અગાઉ અનેક વખત પકડાયેલ પેડલર છૂટક ગાંજો વેચતો હોવાનું રટણ કરતા રીમાન્ડ ઉપર પૂછપરછ
રાજકોટમાં રથયાત્રાના બંદોબસ્ત વચ્ચે એસઓજીની ટીમે ભગવતીપરા માંથી રૂૂ.1.68 લાખના 16 કિલો 887ગ્રામ ગાંજા સાથે એક શખ્સને દબોચી લીધો હતો. આ શખ્સ આ ગાંજાનો જથ્થો કયાંથી લાવ્યો અને કોને કોને સપ્લાય કરવાનો હતો. તે બાબતે વધુ તપાસ શરુ કરી છે. એસઓજીએ મોબાઈલ સહીત 1,74,320 રૂૂપિયાનો મુદામાલ કરી તેને બી.ડીવીઝન પોલીસ હવાલે કરાયો હતો.જેની રિમાન્ડ ઉપર વધુ પુછપરછ શરુ કરવામાં આવી છે.
એસઓજીની ટીમે બાતમીના આધારે ભગવતીપરાના જયપ્રકાશનગરમાં દરોડો પાડયો હતો પોલીસે સદામભાઈની ઓરડીમાં ભાડે રહેતા ઈનુસ અલ્લારખાભાઈ ઘેલડ (ઉ. 41)ની ધરપકડ કરી તેની પાસેથી 1,68,770 રૂૂપિયાનો 16 કિલો 877 ગ્રામ ગાંજો, એક મોબાઈલ અને રોકડ સહિત 1,74,220 રૂૂપિયાનો મુદામાલ કબ્જે કાર્યો હતો ગાંજો ક્યાંથી લાવ્યો હતો તે અંગે પૂછતાછ કરતા ગોળ ગોળ જવાબ આપતો હોય કોઈ સ્પષ્ટ જગ્યા નહિ દર્શાવતાપોલીસે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી આરોપીનો કબ્જો બી ડીવીઝન પોલીસને સોંપ્યો હતો આ ગાંજો પોતે જ છૂટક વેચવા લાવ્યો હોવાની કબૂલાત આપી હતી ઈનુસ અગાઉ 2016 અને 2021માં મારામારીના ગુનામાં પકડાઈ ચુક્યો છે.
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયા,ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ,એસીપી બી.બી.બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ એસઓજીના પી.આઈ એસ.એમ.જાડેજા,પીએસઆઈ વી.વી.ધ્રાંગુ, એ.એસ.આઈ. વિરેન્દ્રસિંહ ઝાલા, અરૂૂણભાઇ બાંભણીયા, પો.હેડ કોન્સ. ફીરોજભાઇ રાઠોડ, હરદેવસિંહ જાડેજા, યોગરાજસિહ ગોહીલ, મહાવીરસિંહ ઝાલા, હરદેવસિંહ વાળા, અનોપસિંહ ઝાલા, હાર્દીકસિંહ પરમાર, ડ્રા.પો.કોન્સ. નરપતસિંહ જાડેજાએ કામગીરી કરી હતી.