For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બસપોર્ટ પાસેથી બનાસકાંઠાનો શખ્સ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો

04:37 PM May 29, 2025 IST | Bhumika
બસપોર્ટ પાસેથી બનાસકાંઠાનો શખ્સ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો

રાજકોટ બસપોર્ટ પાછળથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે બનાસકાંઠાના કેરિયરને એસઓજીની ટીમે પકડી પાડી 95 હજારનું ડ્રગ્સ કબ્જે કર્યું હતું. રૂૂ.2 હજારના કમીશનથી ભાભરના ઇમરાન ઘાંચીએ મોકલ્યો હતો. પોલીસે રાજકોટના પેડલરની શોધખોળ આદરી હતી.

Advertisement

શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બસીયા દ્વારા શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડેના ચડે તથા નાર્કોટીક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા શખ્સો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવાની આપેલ સુચનાથી એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ પીએસઆઇ ધ્રાંગુ અને ટીમ પેટ્રોલિંગમાં હતી.ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ ઈન્દ્રસિંહ જાડેજા, ફિરોજભાઈ રાઠોડ, દિગ્વિજયસિંહ ગોહિલ અને કોન્સ્ટેબલ હાર્દિકસિંહ પરમારને રાજકોટના બસ સ્ટેન્ડ પાછળ જય અંબે ટી સ્ટોલ નામની દુકાન સામે જાહેર રોડ ઉપર એક શખ્સ માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે ઉભો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડી તે શખ્સને અટકમાં લઈ નામ પૂછતાં ધર્મેન્દ્ર ઉર્ફે નરેન્દ્ર ઉર્ફે લાલો બાબુ ભાટી (ઉ.વ.24, રહે-સણવા ગામ, ભાભર, બનાસકાંઠા) હોવાનું જણાવ્યું હતું.તેમજ તેની તલાસી લેતાં તેમની પાસેથી 9.56 ગ્રામ મેફેડ્રોન મળી આવતાં રૂૂ.95600 નો એમડી ડ્રગ્સ સહિત રૂૂ.1 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પકડાયેલ શખ્સને ભાભરના ઇમરાન ઘાંચી નામના શખ્સે એમડી ડ્રગ્સ આપી રાજકોટ સપ્લાય કરવા માટે મોકલ્યો હતો. આરોપીને એક ફેરાના 2000 રૂૂપીયા કમીશન મળતું હતું. પોલીસે રાજકોટના ક્યાં પેડલરને ડ્રગ્સ સપ્લાય કરવાનું હતું તે અંગે પૂછતાછ આદરી ભાભરના ઇમરાન ઘાંચીની શોધખોળ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement