ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દ્વારકામાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: સપ્લાયરની શોધખોળ

12:06 PM Mar 28, 2025 IST | Bhumika
Advertisement

ઓખા મંડળના દ્વારકા વિસ્તારમાં ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ખીમાણંદભાઈ આંબલીયા અને રવિરાજસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે મીઠાપુર વિસ્તારના પ્રોહિ. બુટલેગર રણમલભા સામરાભા સુમણીયા રહે. નાગેશ્વર, ઉ. 30) દ્વારા ભાણવડ તાબેના રાણપર ગામના રહીશ ધના કોડીયાતર પાસેથી મંગાવવામાં આવેલો વિદેશી દારૂૂનો વિશાળ જથ્થો પોલીસે કબજે કર્યો હતો.

Advertisement

આ પ્રકરણમાં પોલીસે રૂૂ. 1,98,986 ની કિંમતની 287 બોટલ પરપ્રાંતિય શરાબ અને રૂૂપિયા 5,000 ની કિંમતના એક મોબાઈલ ફોન મળી, કુલ રૂૂપિયા 2,03,986 ના મુદ્દામાલ સાથે આરોપી રણમલભા સુમણીયાની અટકાયત કરી હતી. ત્યારે ધના કોડીયાતરને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Tags :
crimeDwarkadwarka newsforeign liquorgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement