બેડી ચોકડી પાસેથી 47 હજારનો દારૂ બિયર ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો
પોલીસે દારૂ અને કાર મળી રૂા.5.57 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો: એક ફરાર
શહેરની ભાગોળે મોરબી રોડ પર બેડી ચોકડી પાસેથી પોલીસે બાતમીના આધારે 47 હજારનો દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. જયારે એ શખ્સ નાશી છુટયો હતો. પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂા.5.57 લાખનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ એલસીબી એન-1ના કોન્સ.ભાવેશ મકવાણા, રવિરાજ પટગી, સત્યજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.
દરમિયાન મોરબી તરફથી આવતી કારમાં દારૂનો જથ્થો ભરેલો હોવાની બાતમીના આધારે પોલીસે બેડી ચોકડી પાસે વોચ ગોઠવી મોરબી તરફથી આવતી કારને અટકાવતા તેણે કારમ માલીયાસણ તરફ ભગાવતા ડિવાઇડરમાં કાર ફસાઇ જતા એક શખ્સ નાશી છુટયો હતો. જયારે પોલીસે કાર ચાલક જગદીશ તલાજી ઠાકોર (રે.અબાસણા ગામ, તા.ભાભર, બનાસકાંઠા)ને ઝડપી લઇ કારની તલાશી લેતા દારૂના ચપલા નંગ 48 અને બીયરનો જથ્થો મળી આવતા પોલીસે ચાલકની ધરપકડ કરી દારૂ, કાર મળી કુલ રૂા.557160નો મુદામાલ કબજે કરી નાશી જનાર અશોક હેમતજી ઠાકોરની શોધખોળ હાથ ધરી છે.