સોયલ ટોલનાકે કારમાં 408 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
જામનગર શહેરમાં કાર મારફતે ઈંગ્લીશ દારૂૂ ઘુસાડવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ સોયલ ટોલનાકા પાસે વોચ ગોઠવી એક કારમાંથી 408 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો પકડી પાડ્યો છે, અને કુલ રૂૂપિયા 11 લાખની માલમતા સાથે એક શખ્સ ની અટકાયત કરી છે, ઉપરાંત અન્ય બે શખ્સોને ફરારી જાહેર કરાયા છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે સફેદ કલરની એક ક્રેટા કારમાં ઈંગ્લીશ દારૂૂનો મોટો જથ્થો જામનગરમાં ઘુસાડવામાં આવી રહ્યો છે, તે બાતમી ના આધારે ધ્રોળ તાલુકાના સોયલ ગામ પાસે આવેલા ટોલનાકા નજીક એલસીબી ની ટુકડીએ વોચ રાખી હતી.
જે વોચ દરમિયાન ગઈકાલે મોડી રાત્રે ત્યાંથી પસાર થઈ રહેલી જી. જે. 10 ઇ.સી. 9877 નંબરની ક્રેટા કારને અટકાવીને તેની તલાસી લેતા અંદરથી 408 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો.
જે કારમાં બેઠેલા જામનગરના સ્વામિનારાયણ નગર વિસ્તારમાં રહેતા અશોક પ્રતાપભાઈ પરમાર નામના શખ્સની પોલીસે અટકાયત કરી લીધી છે, અને કાર, મોબાઈલ ફોન, અને ઇંગ્લિશ દારૂૂ સહિત કુલ રૂૂપિયા 11,09,776 ની માલમતા કબજે કરી લીધી છે. પોલીસની પૂછપરછ દરમિયાન આ દારૂૂ નો જથ્થો લાવવામાં જામનગરના સાહિલ ફિરોજભાઈ મોદી તેમજ સદામ સફીયા પણ સંડોવાયેલા હોવાથી તે બંનેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.