For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લીંબડી નજીક જાખણના પાટિયા પાસે ઢાબામાંથી પોષ ડોડવા સાથે શખ્સ ઝડપાયો

11:35 AM May 17, 2025 IST | Bhumika
લીંબડી નજીક જાખણના પાટિયા પાસે ઢાબામાંથી પોષ ડોડવા સાથે શખ્સ ઝડપાયો

લીંબડી અમદાવાદ હાઈવે પર જાખણ ગામના પાટીયા પાસે આવેલ પવન રાજસ્થાની ઢાબા હોટલ માંથી સુરેન્દ્રનગર એસઓજી પોલીસે 14 કિલો પોષડોડવા ના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. ઝડપાયેલા શખ્સ પાસેથી પોલીસે 48 હજાર નો મુદામાલ કબ્જે કરી બે શખ્સો વિરૂૂદ્ધ ગુનો નોંધ્યો હતો.

Advertisement

લીંબડી શહેરમાં રહેતો બલવીર રતનસિંહ રાવત લીંબડી-અમદાવાદ હાઈવે પર જાખણ ગામના પાટિયા પાસે આવેલી પવન રાજસ્થાની ઢાબા હોટલમાં પોતાના કબજામાં પોષડોડવાનો જથ્થો રાખીને વેચાણ કરી રહ્યો છે. તેવી બાતમીના આધારે સુરેન્દ્રનગર એસઓજી પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડીને જુદીજુદી પ્લાસ્ટિકની થેલી માંથી 14 કિલો અને 595 ગ્રામ પોષડોડવા (કિ.રૂૂ. 43,785), એક મોબાઈલ ફોન (કિં.રૂૂ. 5,000) મળીને કુલ રૂૂપિયા 48,785નો મુદામાલ કબજે કર્યો હતો.

જ્યારે રેડ દરમિયાન પોલીસે બલવીર રાવત ની વધુ પુછપરછ પુછપરછ કરી હતી કે તે પોષડોડવા નો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો છે.તે બાબતે પુછતાં તેણે જણાવ્યું હતું કે તે પોષડોડવા નો જથ્થો 20થી 25 દિવસ પહેલાં ફતેહસિંહ ખેમરાજ (રહે. દીયા કા ડેરા, પડેરીયા શામગઢ મંદોસર મધ્ય પ્રદેશ) વાળો આપી ગયો હતો. જેથી પોલીસે બલવીર રાવત તથા ફતેહસિંહ ખેમરાજ બંને શખ્સો વિરૂૂદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement