જામનગરના મોટી ખાવડીમાં ડિગ્રી વગર સારવાર કરતો શખ્સ ઝડપાયો
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં એસ.ઓ.જી શાખા ની ટુકડીએ દરોડો પાડ્યો હતો, અને કોઈપણ પ્રકારની ડિગ્રી મેળવ્યા વિના ગરીબ દર્દીઓ સાથે આરોગ્યના ચેડાં કરી રહેલા એક બોગસ તબીબને ઝડપી લીધો છે, અને તેની સામે મેઘપર પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
એસ.ઓ.જી.ના સ્ટાફ ને બાતમી મળેલ કે, મોટી ખાવડી ગામની મેઈન બજારમાં કૃષ્ણ મોહમ સિંહ નામનો ઈસમ મેડીકલ ડોકટર ને લગતી ડિગ્રી ધરાવતા ન હોવા છતા કૃષ્ણા બિહારી ક્લિનીક નામનુ દવાખાનુ ખોલી દર્દીઓને તપાસી તે દર્દીઓને અલગ અલગ પ્રકાર ની દવાઓ તેમજ ઈન્જેકશનો આપી તેમજ બાટલા ચડાવી પૈસા વસુલ કરે છે, તેવી હકિકત આધારે રેઇડ કરી મજકુરના કબ્જામાથી જુદી જુદી કંપનીની દવાઓ, સ્ટેથોસ્કોપ, વિગેરે સાધનો મળી કુલ રૂૂ.4040 નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરૂૂધ્ધ મેઘપર (પડાણા) પોલીસ મથકમાં મેડીકલ પ્રેક્ટીશનર્સ એકટ 1963 ની કલમ 30 તથા બી. એન. એસ. કલમ 125 મુજબ ગુનો દાખલ કરાવ્યો છે, અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.