For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એરપોર્ટ રોડ પરથી ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

04:34 PM Apr 26, 2025 IST | Bhumika
એરપોર્ટ રોડ પરથી ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

શહેરના એરપોર્ટ રોડ પરથી પોલીસે બાતમીના આધારે ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતા ધરમનગરના શખ્સને ઝડપી લઇ તેને આઇડી આપનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઇ ચેતનસિંહ હડેકોન્સ્ટેબલ કનકસિંહ સોલંકી, દિપક ડાંગર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગ હોત દરમિયાન એરપોર્ટ રોડ પર લક્ષ્મણરામ ઇનામદાર બગીચામાં એક શખ્સ ફોનમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતો હોવાની બાતમીના આધારે પોલીસે દોડી જઇ આરોપી મેહુલ અનીલભાઇ પૂજારા (રહે.ધરમનગર આવાસ કવાર્ટર 150 ફૂટ રીંગ રોડ)ને ઝડપી લઇ તેના મોબઇલમાં તપાસ કરતા ક્રિકેટલાઇન ગુરૂ નામની એપ્લીકેશનમાં આઇપીએલ 20-20 સિરીઝની ચેન્નાઇ અને હૈદરાબાદ વચ્ચે ચાલતી મેચ ઉપર સટ્ટો રમતો હોવાનું જાણવા મળતા પોલીસે તેની ધરપકડ કરી પુછપરછ કરતા આ આઇડી તેને વિશ્ર્વરાજસિંહ વાળા નામના શખ્સે આપી હોવાનું ખૂલતા પોલીસે બેને વિરૂદ્ધ ગુનો નોંધી આઇડી આપનાર વિશ્ર્વરાજસિંહ વાળાની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement