પારેવડી ચોકમાંથી મોબાઇલ આઇડીમાં ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝડપાયો
04:19 PM Jan 25, 2025 IST | Bhumika
Advertisement
શહેરના પારેવડી ચોકમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોબાઇલ આઇડીમાં ક્રિકેટ સટ્ટો રમતા હુડકો કવાર્ટરમાં રહેતા શખ્સને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઇ અનિલ સોનારા, કોન્સ.જીલુભાઇ ગરચર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન પારેવડી ચોકમાં એક શખ્સ મોબાઇલમાં આઇડીનો જુગાર રમતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી આકાશ પ્રદિપભાઇ કાનાણી (રે.કોઠારીયા રોડ, હુડકો કવાર્ટર)ને ઝડપી લઇ તેના હાથમાં રહેલા મોબાઇલની તપાસ કરતા તે BAZZI888.COM નામની આઇડીમાં ટીટવેન્ટી મેચ ઉપર સટ્ટો રમતો હોય જેથી પોલીસે તેની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
Advertisement