અયોધ્યા ચોક પાસે BRTS રૂટ પર કાર ચલાવનાર નબીરો ઝડપાયો, માફી માંગી
05:21 PM Sep 18, 2025 IST | Bhumika
રાજકોટ શહેરનાં દોઢસો ફુટ રીંગ રોડ પર અયોધ્યા ચોક પાસે બીઆરટીએસ રૂટ પર જગુઆર ગાડી બસ આડે રાખી અડચણ ઉભી કરતા નબીરાનો વિડીયો સોશ્યલ મીડીયામા વાયરલ થયો હતો આ ઘટનામા ગાંધીગ્રામ પોલીસ મથકનાં પીઆઇ આર. એસ. મેઘાણીની રાહબરીમા ડી સ્ટાફનાં રવીભાઇ ગઢવીએ જગુઆર ગાડીનાં ચાલક કુવાડવા રોડ પર રણછોડ નગર શેરી નં પ મા રહેતા ધીમલ દિલીપભાઇ ગોસ્વામી (ઉ.વ. 24)ની ધરપકડ કરી કાયદાનુ ભાન કરાવ્યુ હતુ. આ સમયે ધીમલ ગોસ્વામીએ બીઆરટીએસ રૂટ પર ગાડી ચલાવી કાયદાનો ભંગ છે. હવે પછી આ ભુલ નહી થાય તેમ કહી માફી માગી હતી.
Advertisement
Advertisement