બંગડી બજારમાં કચરો ફેંકવા મામલે રિક્ષાચાલકને શખ્સે માર માર્યો
04:36 PM Jul 09, 2025 IST
|
Bhumika
Advertisement
રામનાથ પરા પોલીસ લાઈન પાસે રહેતા અને ધર્મેન્દ્ર રોડ પર બંગડી બજાર નજીક રીક્ષા લઈને ઊભેલા ચાલકને કચરો નાખવા બાબતે ઝઘડો કરતા શખ્સે ધોકા વડે મારમારતા રીક્ષા ચાલકને ઇજા થઇ હતી. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધવા તજવીજ શરૂૂ કરી છે.
Advertisement
વધુ વિગતો મુજબ,રામનાથ પરા પોલીસ લાઈનમાં રહેતા ઇનુસભાઈ ઈકબાલભાઈ માજોઠી(ઉ.35) ગઈકાલ સાંજે ધર્મેન્દ્ર રોડ બંગડી બજાર પાસે રીક્ષા લઇને ઉભો હતો ત્યારે કિશન નામના વ્યક્તિ જે કટલેરી વેંચે છે તેમને કચરો નાખવાની ના પાડતા તેમણે મારમાર્યો હતો. આ મામલે ઇનુષભાઈ ને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં પોલીસ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસને જાણ કરતા આ મામલે ગુનો નોંધવામાં તજવીજ શરૂૂ કરી છે.
Next Article
Advertisement