વલ્લભનગરમાં કાર પાર્ક કરવા મુદ્દે વૃદ્ધા ઉપર એક શખ્સનો હુમલો
04:55 PM May 27, 2025 IST
|
Bhumika
Advertisement
પારસ સોસાયટીમાં માતા સાથે ઝઘડો કરતા શખ્સને સમજાવવા જતાં યુવકને માર પડ્યો
Advertisement
કુવાડવા રોડ ઉપર વલ્લભનગરમાં રહેતા વીજિયાબેન વાલજીભાઈ ડોડિયા ઉ.વ.60 પોતાના ઘર પાસે હતા ત્યારે રાત્રીના 9 વાગ્યાના અરસામાં પાડોશી કાના ભરવાડે કાર પાર્ક કરવા મુદ્દે ઝઘડો કરી તમારા બાપુજીની જગ્યા નથી તેવુ કહી માર માર્યો હતો. વૃદ્ધાને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.
બીજા બનાવમાં ઢેબર રોડ ઉપર આવેલી પારસ સોસાયટીમાં રહેતા આશિષ ભરતભાઈ ડોબરિયા નામના 25 વર્ષનો યુવાન રાત્રીના 10 વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો ત્યારે માતા સાથે ઝઘડો કરી ધમકી આપનાર શખ્સોને સમજાવવા જતાં જીજ્ઞેશ સહિતના શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Next Article
Advertisement