સાવરકુંડલાના સીમરણ ગામેથી સિંહ-દિપડાના નખ સાથે શખ્સ ઝડપાયો
11:59 AM Jul 19, 2025 IST
|
Bhumika
Advertisement
સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામમાં વનવિભાગે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. વનવિભાગને મળેલી બાતમીના આધારે વાલજી માતંગના રહેણાંક મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ દરમિયાન વનવિભાગની ટીમને કાળિયારનું ચામડું અને સિંહ અથવા દીપડાના નખ મળી આવ્યા હતા. આ મામલે વનવિભાગે એક વ્યક્તિની ધરપકડ કરી છે. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે આ નખ 20 વર્ષ જૂના છે અને તેનો ઉપયોગ તાંત્રિક વિધિમાં કરવામાં આવતો હતો.સાવરકુંડલા રેન્જ RFO પી.એન.ચાંદુના જણાવ્યા અનુસાર, લાલજીભાઈ માતંગના ઘરે મળેલા વન્યપ્રાણીના નખની ચોક્કસ ઓળખ માટે તેને FSL તપાસ માટે મોકલવામાં આવશે. પ્રાથમિક તપાસમાં આ નખ સિંહ અથવા દીપડાના હોવાનું માનવામાં આવી રહ્યું છે. ધારી ગીર પૂર્વ ડિવિઝનના DCF વિકાસ યાદવની સૂચના બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વનવિભાગે આ મામલે વધુ તપાસ શરૂૂ કરી છે.
Advertisement
Next Article
Advertisement