ગોંડલના ઉમવાડા ચોકડી પાસેથી 7 હજારના ગાંજા સાથે શખ્સ ઝડપાયો
ગ્રામ્ય એસઓજીની ટીમનો બાતમીના આધારે દરોડો, 12 હજારનો મુદ્દામાલ કબજે
ગોંડલ નજીક ઉમવાડા ચોકડી પાસેથી રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે 7 હજાર ના ગાંજા સાથે એક શખ્સ ની ધરપકડ કરી 12 હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂૂ કરી છે.મળતી વિગતો મુજબ ગોંડલ નજીક એક શખ્સ ગાંજાના જથ્થા સાથે હોવાની બાતમીને આધારે રાજકોટ ગ્રામ્ય એસઓજીના પી.આઈ એફ.એ.પારગી અને તેમની ટીમે વોચ ગોઠવી ગોંડલના ઉમવાડા ચોકડી પાસેથી 7 હજારના 757 ગ્રામ ગાંજા સાથે જીતુ પાંચાભાઈ મકવાણા ને ઝડપી લીધો હતો. જીતુ આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો તે બાબતે રિમાન્ડ ઉપર તેની વિશેષ પુછપરછ શરૂૂ કરવામાં આવી છે.
એસ.ઓ.જી. શાખાની ટીમે 7 હજારના ગાંજા સહીત રૂૂ.12 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાથી એસ.ઓ.જી. શાખાના પી.આઈ એફ.એ.પારગી,પીએસઆઈ કે.એમ.ચાવડા સાથે એ.એસ.આઇ. પરબતભાઇ શામળા, વિપુલભાઇ ગુજરાતી,શિવરાજભાઇ ખાચર, વિરરાજભાઇ ધાધલ, વિજયભાઇ વેગડ, મયુરભાઇ વિરડા, અનિરૂૂધ્ધસિંહ જાડેજા, નૈમીષભાઇ મહેતા ,વિજયગીરી ગોસ્વામી, ચીરાગભાઇ કોઠીવાર, કલ્પેશભાઇ કોઠીવાર, વિપુલભાઇ ગોહિલ,રામદેવસિંહ ઝાલા, નવદિપભાઇ બાબરીયા, નિર્મળસિંહ ચુડાસમા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી
