ચોટીલાના કાળાસર ગામમાં ઘરમાંથી 38 ગાંજાના છોડ સાથે શખ્સ ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના કાળાસર ગામમાં એસ.ઓ.જી. પોલીસે દરોડો પાડી લીલા ગાંજાના છોડ સાથે એક શખ્સને પકડી પાડ્યો છે. સુરેન્દ્રનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક ડો. ગીરીશ પંડ્યા (ઈંઙજ)ની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં એન.ડી.પી.એસ.ના ગુનાઓ શોધવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ નાબૂદ કરવાની કામગીરી ચાલી રહી છે.ઙજઈં આર.જે. ગોહિલને મળેલી બાતમીના આધારે પોલીસે કાળાસર ગામમાં દરોડો પાડ્યો હતો. આરોપી ભાભલુભાઇ નાથાભાઇ ખાચર (ઉંમર 42, ધંધો ખેતી) પોતાના રહેણાક મકાનના આંગણામાં ગેરકાયદેસર રીતે લીલા ગાંજાના છોડનું વાવેતર કરી રહ્યો હતો.પોલીસે આરોપીના કબજામાંથી કુલ 38 લીલા ગાંજાના છોડ જેનું વજન 1 કિલો 550 ગ્રામ અને કિંમત રૂૂ. 15,500/- થાય છે તે જપ્ત કર્યા છે. આરોપી આ ગાંજાનો જથ્થો વેચાણ અર્થે રાખતો હતો.
પોલીસે આરોપીની ધરપકડ કરી ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. આરોપીનો પૂર્વ ઇતિહાસ તપાસતા જાણવા મળ્યું કે તેની સામે અગાઉ પણ 9 ગુનાઓ નોંધાયેલા છે. આમાં પ્રોહિબિશન, જી.પી. એક્ટ, એમ.વી. એક્ટ અને બી.એન.એસ. હેઠળના ગુનાઓનો સમાવેશ થાય છે.આ કામગીરીમાં ઙઈં બી.એચ. શીંગરખીયા, ઙજઈં એન.એ. રાયમા, ઙજઈં આર.જે. ગોહિલ સહિત એસ.ઓ.જી.ની ટીમના અન્ય પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.