ગોંડલમાં છાત્રાના ગ્રૂપમાં અશ્ર્લીલ ફોટા અપલોડ કરનાર શખ્સની ધરપકડ
ગોંડલની એક પ્રતિષ્ઠિત ક્ધયા શાળામાં એનસીસીના યુનિટની છાત્રાઓના વોટસએપ ગ્રુપમાં અશ્ર્લિલ ફોટા અપલોડ કરવાના કિસ્સામાં ગોંડલ પોલીસે સુરેન્દ્રનગરના વિધર્મી શખ્સની ધરપકડ કરી તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.
ગોંડલની એક ક્ધયા શાળાના વિદ્યાર્થીનીઓનું એનસીસી યુનિટનું ગ્રુપ હોય જેમાં એનસીસીને લગતાં મેસેજ કરવામાં આવતાં હોય એનસીસી કેમ્પસના તાલીમ પરેડ સહિતના જરૂરી સુચનો આ ગ્રુપમાં મુકવામાં આવતાં હોય છે ત્યારે થોડા દિવસો પૂર્વે આ ગ્રુપમાં હોટ સેકસી ગર્લ્સ વિડિયો કોલીંગ અને ચેટીંગ એપ્લીકેશનના નામે બિભત્સ ફોટા અપલોડ થયા હતાં. આ મામલે શાળાના પ્રિન્સીપલ સમક્ષ વાલીઓએ ફરિયાદ કરતાં ગોંડલ એ-ડીવીઝન પોલીસમાં પ્રિન્સીપાલે ફરિયાદ નોંધાવી હતી.
અશ્ર્લિલ ફોટા અપલોડ થવા મામલે ગોંડલ સીટી એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ એલ.આર.ગોહિલ અને તેમની ટીમે મોબાઈલ નંબરના આધારે ટેકનીકલ સોર્સના આધારે તપાસ કરી આ મામલે સુરેન્દ્રનગરના કૃષ્ણનગર બાપાસિતારામ મઢુલી પાસે રહેતા સમીર કાદર આરબ (ઉ.37) નામના વિધર્મી શખ્સને ઝડપી લઈ પુછપરછ કરતાં તેણે ફોટા અપલોડ કર્યાનું કબુલ્યું હતું. ગોંડલ સીટી એ ડીવીઝન પોલીસે સમીર આરબની ધરપકડ કરી તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.