ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દરેડ જીઆઇડીસીમાં કારખાનામાંથી પાંચ લાખની ચોરી કરનાર ઝડપાયો

01:36 PM Mar 18, 2025 IST | Bhumika
Advertisement

જામનગરના દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં હોળી-ધુળેટી ના તહેવાર દરમિયાન બંધ રહેલા એક કારખાનામાંથી કોઈ તસ્કરો રૂૂપિયા પાંચ લાખની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા હતા. જે ચોરીનો ભેદ પંચકોષી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમેં ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે, અને રૂૂપિયા પાંચ લાખની રોકડ રકમ સાથે એક પરપ્રાંતિય શખ્સને ઝડપી લીધો છે.

Advertisement

ચોરીના આ બનાવ ની વિગત એવી છે કે જામનગરમાં શરુસેક્શન રોડ પર રહેતા અને દરેડ જીઆઇડીસી વિસ્તારમાં કેલ્વિન મશીન ટૂલ્સ નામનું કારખાનું ધરાવતા અભિષેકભાઈ ભરતભાઈ મકવાણા કે જેઓએ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાદ્યો હતો, અને પોતાના કારખાનામાં હોળી- ધૂળેટીના તહેવારની રજા દરમિયાન પોતાના બંધ રહેલા કારખાના ને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હોવાનું અને કારખાનાનું શટર ઉચકાવી અંદર પ્રવેશ મેળવી લઈ ટેબલનો લોક તોડી નાખી અંદરથી રૂૂપિયા પાંચ લાખની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ નોંધાવી હતી.

જે બનાવ બાદ પંચકોશી બી. ડિવિઝન ની પોલીસ ટુકડીએ તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતો, અને અલગ અલગ સીસીટીવી કેમેરા વગેરેની મદદ લીધી હતી. અને ચોરીનો ભેદ ઉકેલી નાખી એક તસ્કરને રોકડ રકમ સાથે ઝડપી જતો હતો. મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ દરેડ જીઆઇડીસી -3 શિવ હોટલ પાસે પ્લોટ નંબર 4086 માં રહેતા દશરથસિંહ દેવીદયાલ જાટવ નામના શખ્સને ઝડપી લીધો હતો, અને તેની પાસેથી એક કાળા કલરની બેગ કબજે કરી છે. જેની અંદરથી પાંચ લાખ રૂૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. ઉપરોક્ત તશ્કર રોકડ રકમ લઈને ભાગવાની પેરવી કરવા જતાં પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો, તેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

Tags :
crimegujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement