જૂના મોરબી રોડ પરથી ઓનલાઇન આઇડીમાં ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝબ્બે
શહેરના જૂના મોરબી રોડ પરથી ઓનલાઇન આઇડીમાં ક્રિકેટ સટ્ટો રમતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલો શખ્સ મોબાઇલ આઇડીમાં આફ્રિકા અને આયર્લેન્ડ વચ્ચે ચાલતી મહિલા ટી-20 મેચ ઉપર સટ્ટો રમતો હતો. પોલીસે તેની ધરપકડ કરી આઇડી અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એ.એન.પરમાર, હેડ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન જૂના મોરબી રોડ પાસે રેલવે સ્ટેશનની દિવાલ પાસે કેયુર ભંડેરી નામનો શખ્સ મોબાઇલ આઇડીમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતો હોવાની બાતમીના આધારે પોલીસે દોડી જઇ તે શખ્સને ઝડપી લઇ તેની પૂછપરછ કરતા તેનુ નામ કેયુર હરસુખભાઇ ભંડેરી રહે. આસ્થા વેન્ટિંલા સેટેલાઇટ ચોક મોરબી રોડ હોવાનુ જણાવ્યુ હતું. પોલીસે તેનો મોબાઇલ તપાસમાં તેમાં ઓલપેનલ 777 નામની ઓનલાઇન આઇડી ખુલ્લી હોય તેમાં આફ્રિકા અને આયર્લેન્ડ વચ્ચે ચાલતી મહિલા ટી-20 ઉપર સટ્ટો રમતો હોવાનુ ખુલતા પોલીસે તેની ધરપકડ કરી આ આઇડી કોની પાસેથી લીધી તે અંગે વધુ પુછપરછ હાથ ધરી છે..