મીલપરામાંથી ઓનલાઇન આઇડી ઉપર ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝડપાયો
04:50 PM Nov 28, 2025 IST
|
Bhumika
Advertisement
શહેરના મીલપરા મેઇન રોડ પરથી પોલીસે બાતમીના આધારે ઓનલાઇન આઇડી ઉપર ક્રિકેટ સટ્ટો રમતા શખ્સને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
જાણવા મળતી વિગત મુજબ ભક્તિનગર પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ કેતન બોરીચા, કોન્સ્ટેબલ નિલેશ મીયાત્રા, મયુરધ્વજસિંહ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.
દરમિયાન મીલપરા મેઇન રોડ પર વૃદાવન ડેરી પાસે રવિ ફીચડીયા નામનો શખ્સ તેના મોબાઇલમાં ઓનલાઇન આઇડી મારફત ક્રિકેટ સટ્ટો રમતો હોવાની બાતમીના આધારે પોલીસે દોડી જઇ રવિ માધવદાસ ફિચડીયા રહે. અજિલ એપાર્ટમેન્ટ મીલપરા મેઇન રોડ ને ઝડપી લઇ તેના પાસે રહેલા મોબાઇલની તલાસી લેતા તેમા એમઆરએમ 777.કોમ નામની ઓનલાઇન આઇડી ખુલ્લી હોય અને તેમા ક્રિકેટ સટ્ટો રમતો હોવાનુ જાણવા મળતા પોલીસે તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Next Article
Advertisement